Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

પંજાબ નેશનલ બેન્કના ૧૧૪૦૦ કરોડના બેન્ક કૌભાંડમાં ઈન્ટરપોલને નિરવ મોદીને પકડી લેવા એલર્ટ કરવામાં આવેલ : ઈડીના અધિકારીઓ નિરવ મોદીના મુંબઈ-ગુજરાત અને દિલ્હી સહિત ડઝનબંધ સ્થળોએ ૨૪ કલાકથી દરોડા પાડી રહ્યા છે

નિરવ મોદીના મુંબઈના કુર્લામાં આવેલા નિવાસસ્થાને, કાલાઘોડા વિસ્તારમાં આવેલ ડિઝાઈનર આભુષણોના શોરૂમ, બાંદ્રા અને લોઅર બરેલ વિસ્તારમાં તેની કંપનીના ત્રણ સ્થળે, ગુજરાતમાં સુરતમાં ૩ સ્થળે અને દિલ્હીમાં ડીફેન્સ કોલોની અને ચાણકય પુરી વિસ્તારમાં નિરવ મોદીના શોરૂમ ઉપર દરોડા ચાલુ છે, જેમાંથી કાલાઘોડા ઉપર ઈડી ઓફીસરો આજે સવારથી દરોડા પાડી રહ્યા છે : અધિકારીઓએ બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં ભારત ડાયમંડ બોર્સમાં ફાયર સ્ટાર ઢાયમંડ પ્રા. લી.ના હેડકવાર્ટરમાં, પુર્લા પશ્ચિમમાં આવેલ કોહીનૂર સીટી ખાતેના નીરવ મોદીની અંગત ઓફીસમાં તેના શોરૂમ, દક્ષિણ મુંબઈમાં ફોર્ટમાં આવેલ ઈટ્સ હાઉસમાં બુટીક અને લોઅર પરેલમાં એનીંન્શુલા બીઝનેસ પાર્કમાં આવેલ વર્કશોપ ઉપર દરોડાઓ ચાલુ છે

(11:56 am IST)