Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોરાનાના નવા સ્વરૂપથી ૪૦% દર્દીનાં મોતથી ફફડાટ

કોવિડ-૧૯ સામેની લડતની વચ્ચે બ્રાઝિલ પર આફત : સુપર કોવિડ -૧૯ વાયરસનો આ નવો સ્ટ્રેન કોરોનાની રસીને પણ મ્હાત આપી શકે છે : વૈજ્ઞાનિકોની ચેતવણી

બ્રાઝિલિયા, તા.૧૬ : કોવિડ -૧૯ રોગચાળા સામે લડી રહેલા બ્રાઝિલમાં કોરોના વાયરસનું ખૂબ જીવલેણ રૂ સામે આવ્યું છે. તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ૪૦ ટકા મૃત્યુ થયા. હવે સુપર કોવિડ વાયરસનો આનાથી પણ વધારે ઘાતક નવો સ્ટ્રેન ફેલાવા લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરસ પહેલાથી અમેરિકા પહોંચી ગયો છે, જેનાથી વિશ્વભરમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. દરમિયાન, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સુપર કોવિડ -૧૯ વાયરસનો નવો સ્ટ્રેન કોરોના રસીને પણ મ્હાત આપી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ખતરાનો સામનો કરી રહેસસા બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે વહેલી તકે ભારતથી કોરોના રસી મંગાવી છે.

કોરોના વાયરસનું નવું સ્વરૂપ બ્રાઝિલના રાજ્ય એમેઝોનાસથી વિશ્વભરમાં ફેલાવાનું શરૂ થયું છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે, સુપર કોવિડ વાયરસ ગત વર્ષે જુલાઈ મહિનાથી બ્રાઝિલમાં ફેલાઈ રહ્યો છે. બ્રાર્ઝિલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા તાજેતરના સંશોધનથી બહાર આવ્યું છે કે દેશના ઉત્તરીય અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં આરોગ્ય સુવિધાઓ ખૂબ નબળી છે અને ખૂબ ઓછા લોકોને આરોગ્ય સુવિધાઓ પહોંચી રહી છે. સુપર કોવિડના નવા સ્વરૂપ સાથે વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધી રહ્યું છે. સંશોધન કહે છે કે દેશના દક્ષિણ ભાગની તુલનામાં ઉત્તર અને પશ્ચિમોત્તર વિસ્તારમાં કોવિડ -૧૯માં મૃત્યુનું જોખમ વધારે છે.

બ્રાઝિલનો સુપર કોરોના વાયરસ સ્ટ્રેન બ્રિટન પહોંચી ગયો છે, જે પહેલાથી નવી કોરોના સ્ટ્રેનથી પીડિત છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બ્રાઝિલનો સુપર કોરોના વાયરસ યુએસ સુધી પહોંચ્યો હોય એમ કહેવું યોગ્ય રહેશે નહીં. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ૮૩ લાખ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. રોગચાળાથી બ્રાઝિલમાં બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલના એમેઝોનાસ રાજ્યમાંથી કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાયો છે, ત્યાં હોસ્પિટલો કોવિડ-૧૯ના દર્દીઓની ભરાઈ ગયા છે. આખી આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી થઈ ગઈ છે. બ્રાઝિલના વાઇસ પ્રેસિડેન્ટ હેમિલ્ટન મૌઉરાઓએ સુપર કોવિડને મૃત્યુ અને કેસો માટે જવાબદાર ઠેરવ્યો છે. મૃત્યુની બાબતમાં હવે બ્રાઝિલ ફક્ત યુ.એસ.થી પાછળ છે. બ્રાઝિલમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, ઓક્સિજન ખરીદવા માટે લાંબી લાઇનો લાગી છે.

સંશોધન દરમિયાન, વર્ષ ૨૦૨૦માં ફેબ્રુઆરીથી ઓગસ્ટની વચ્ચે અઢી લાખથી વધુ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આમાંના લગભગ ૪૭% દર્દીઓ ૬૦ વર્ષથી ઓછી ઉંમરના હતા. મોટાભાગના સ્થળોએ કોરોના વાયરસથી બીમાર પડ્યા પછી હોસ્પિટલમાં દાખલ થનારા લોકો વૃદ્ધ હતા. સંશોધન દર્શાવે છે કે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધ હતા. બ્રાઝિલમાં હોસ્પિટલમાં દાખલ ૩૮ ટકા દર્દીઓ ચેપથી મોતને ભેટ્યા છે. યુ.એસ. માં, આંકડો લગભગ ૨૦ ટકા છે. બ્રાઝિલમાં ૬૦ વર્ષથી ઓછી વયના લોકોની સંખ્યા ૧૫ ટકા છે. સંશોધન કહે છે કે સ્વાસ્થ્ય સુવિધાઓ ઉત્તર અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં ખૂબ નબળી છે, તેથી વધુ મોત નીપજ્યાં છે

(7:37 pm IST)