Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રિપબ્લિકન ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી અને પાર્થ દાસગુપ્તા વચ્ચેની વોટ્સએપ ચેટ લિક

૫૦૦ પાનાની કથિત ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ : રિપબ્લિકન ટીવીના એડિટર ઈન ચીફે આ ચેટમાં કેટલાક મંત્રીઓ, પત્રકારો, અન્ય વિશેની ટિપ્પણી પણ કરી છે

નવી  દિલ્હી, તા.૧૬ :  રિપબ્લિકન ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની મનાતી ૫૦૦ પેજની કથિત વ્હોટસ એપ ચેટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. ટ્વિટર સહિતનાં પ્લેટફોર્મ્સ પર લોકો ચેટના સ્ક્રિનશોટ શેર કરી રહ્યા છે. ચેટમાં અર્નબે પોતે સરકારમાં બહુ ઊંચી વગ ધરાવે છે અને ધાર્યાં કામ કરાવી શકે છે તેવા દાવા કર્યા છે એટલું નહીં પરંતુ કેટલાક મંત્રીઓ, પત્રકારો તથા અન્ય વિશે જાતભાતની ટિપ્પણીઓ પણ કરી છે. જોકે, ચેટની સત્યતા વિશે કોઇ સત્તાવાર માહિતી ઉપલબ્ધ થઇ નથી. ચેટ અર્નબ ગોસ્વામી તથા ટીવી ચેનલોના ટીઆરપી ઇશ્યૂ કરતી કંપની બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના માજી સીઈઓ પાર્થ દાસગુપ્તા વચ્ચેની હોવાનું કહેવાય છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ સહિત અનેક લોકોએ ચેટના સ્ક્રિનશોટ ટ્વિટર પર મૂક્યા છે.

ગયાં વર્ષે ઓક્ટોબર મહિનામાં મુંબઇ પોલીસે ટીઆરપી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમાં રિપબ્લિક ટીવી સહિતની ચેનલો દ્વારા ઘરે મૂકાતાં ટીઆરપી મીટરમાં રિંગિંગ કરી ખોટી રીતે પોતાના ઉચ્ચ ટીઆરપી દર્શાવાત હોવાનો તથા તેના દ્વારા જાહેરખબરો મેળવાતી હોવાનો આક્ષેપ કરાયો હતો. રિપબ્લિકન ટીવીના ઊંચા ટીઆરપી  દર્શાવવા માટે અર્નબ અને બીએઆરસીની તત્કાલીન સીઈઓ પાર્થ દાસગુપ્તા વચ્ચે સાંઠગાંઠ રચાઇ હોવાનો દાવો પણ મુંબઇ પોલીસ દ્વારા કરાયો હતોકથિત ટેપમાં અર્નબે સરકારમાં પોતાની ઊંચી પહોંચના દાવા કર્યા છે. તે મેન્યુઅલ ટીઆરપીને બદલે ડિજિટલી ટીઆરપી નક્કી કરવાના સોફ્ટવેરની ટ્રાઇની યોજનાને ખોરંભે  પાડી શકવાની પોતાની શક્તિનો પણ દાવો કર્યો છે. પોતે માહિતી પ્રસારણ મંત્રાલય તથા વડાપ્રધાન કાર્યાલયમાં ધાર્યાં કામો કરાવીશકે છે તેવો પણ દાવો કરાયો છે

ચેટમાં અર્નબ દ્વારા કેટલાક મંત્રીઓ ઉપરાંત ટીવી ચેનલોના વરિષ્ઠ પત્રકારો વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરાઇ છે.

(7:36 pm IST)
  • કોવેક્સિન રસી બનાવતી કંપની ભારત બાયોટેક્નું એલાન : રસીની અવળી અસર થશે તો સારવારનો ખર્ચ કંપની ઉઠાવશે : ગંભીર અસર થાય તો વળતર ચુકવશે access_time 8:41 pm IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:09 am IST

  • દેશમાં કોરોના થાક્યો; નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,57,679 થઇ :એક્ટિવ કેસ 2,06,879 થયા: વધુ 15,011 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,93,994 થયા :વધુ 162 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,292 થયા access_time 12:56 am IST