Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

બંનેએ ટવીટર ઉપર ભાવુક પોસ્ટ શેર કરી

ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડયાના પિતાશ્રીનું હૃદયરોગના હુમલાથી અવસાન

વડોદરાઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.   કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી ૨૦ ટુર્નામેન્ટ છોડી વડોદરા જવા રવાના થયા હતા. વડોદરાની ટીમના કેપ્ટન છે. તેની જગ્યાએ કેદાર દેવધરને વડોદરા ટીમના કેપ્ટન બનાવાયા છે. 

 હાર્દિક પંડ્યાએ પોતાના પિતા વિશે ભાવુક પોસ્ટ લખી હતી. બંને ભાઈઓ પોતાના પિતાની બહુ જ નજીક હતા. તેણે પિતા હિમાંશુ પંડ્યા અને ભાઈ કૃણાલ પંડ્યા સાથેની તસવીરો શેર લખ્યું હતું કે, 'આશ્ચર્ય છે કે, સમય કેવી રીતે પસાર થાય છે, અને એક બાબત એવી છે જે ત્યાં જ સ્થિર રહે છે, તે છે પિતાનો પ્રેમ અને સમર્થન. અમારા માટે તમે જે કુરબાની આપી છે તેના માટે પિતા તમારો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ. તમારા ચહેરા પર હાસ્ય લાવવા માટે મારાથી જે પણ થતુ હશે તે હું કરીશ.

તો કૃણાલ પંડ્યાએ લખ્યું હતું કે, હેપ્પી ફાધર્સ ડે એ પિતાને, જેણે હંમેશા હાર્દિકનું સમર્થન કર્યું અને મને મારા સપના વિશે વગર વિચાર્યે તેનુ પાલન કરવાનું છે.

(3:57 pm IST)