Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

હવે ખેડૂતોને રોવાનો વારો

બટેટાના ભાવમાં ૭૦ ટકાનો ઘટાડો

નવી દિલ્હી,તા. ૧૮: સપ્લાય વધવાથી બટાકાના ભાવમાં તોતિંગ ઘટાડો આવ્યો છે. નવેમ્બરના ઉંચા સ્તરેથી હાલ બટાકાના ભાવ લગભગ ૭૦ ટકા જેટલા ઘટી ગયા છે. ઉલ્લેખનિય છે કે, નવેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન દેશમાં જથ્થા બજારમાં બટાકાના ભાવ ઉછળીને ૨૭૫૦થી ૨૯૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલે પહોંચી ગયા હતા. તો રિટેલ બજારમાં કવોલિટી પ્રમાણ બટાટાંના ભાવ વધીને ૪૦થી ૪૫ રૂપિયા પ્રતિ કિગ્રા બોલાયા હતા.

પશ્ચિમ બંગાળના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પતિત પાબન ડેનું કહેવુ છે કે, હકીકતમાં બટાકાના જથ્થાબંધ ભાવ મોટાભાગના ક્ષેત્રોમાં ૮૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલને નીચે ઉતરી ગયા છે. બટાકાનો નવો પાછલા વર્ષની તુલનાએ ઘણો વધારે છે કારણ કે ઉંચા ભાવથી આકર્ષાઇ ખેડૂતો ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધાર્યુ છે. 

આગ્રાની APMCમાં બટાકાનો ભાવ ૮૫૦થી ૯૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલની વચ્ચે બોલાઇ રહ્યા છે. પંજાબ અને બંગાળના મોટાભાગના બજારોમાં બટાકાની કિંમતો ૧૦૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલથી ઓછી છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં આગ્રામાં બટાકાના ભાવ ૧૨૫૦ રૂપિયા, પંજાબમાં ૧૬૦૦ રૂપિયા અને બંગાળમાં ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલ બોલાતા હતા. ગ્રાહક બાબતોના મંત્રાલયના મતે દિલ્હીમાં બટાકાની કિંમતો પાછલા વર્ષના ૩૦ નવેમ્બરના રોજ ૪૫ રૂપિયાની તુલનાએ હાલ ૨૧ રૂપિયા પ્રતિ કિગ્રા છે.

તો મુંબઇમાં બટાકાના ભાવ સમીક્ષાધીન સમયગાળામાં ૫૨ રૂપિયાની ઉંચી ટોચથી ઘટીને હાલ ૩૨ રૂપિયા થઇ ગયા છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ પાછલા મહિને ઉત્ત્।ર પ્રદેશમાં ૪.૬૫ લાખ ટન બટાકાની આવક થઇ હતી. ઓકટોબરમાં ૨.૧૩ લાખ ટન બટાકાની આવક નોંધાઇ હતી. ઉંચા ભાવથી લલચાઇ ખેડૂતો એ આ વખત બટાકાનું વાવેતર વધાર્યું હતું જો કે નવા પાકની આવક વધવાની સાથે ભાવમાં ભાવ પણ નોંધપાત્ર ઘટી જતા ઉત્પાદકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વખતે ખેડૂતો બટાકાના બિયારણ માટે પ્રતિ કિવન્ટલ દીઠ ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા વધારે ચૂકવ્યા હતા ઉપરાંત ખાતરના ભાવ અને મજૂરોની મજૂરી વધતા ઉત્પાદન ખર્ચમાં વધ્યુ છે સામે બજારમાં ભાવ ઘટતા મોટુ નુકસાન થઇ રહ્યુ છે.

(3:56 pm IST)