Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

હવે મરચામાં લાલચોળ તેજીઃ બેફામ ભાવવધારો

નવા પાક આવવાના શરૂ થઈ ગયા, આમ છતાં ૨૦ કિલોએ રૂ.૪૦૦ થી ૫૦૦નો ભાવ વધારો : મરચાની વિવિધ પાંચ જાતની ડિમાન્ડઃ એમ.પી.માં પાક ફેઈલ થયો હોય ભાવ વધ્યાનું તારણ

નવો પાક આવવાનું શરૂ થઈ ગયું છે છતાં ગયા સાલ કરતાં ૪૦૦ થી ૫૦૦ રૂપિયા ૨૦ કિલોએ વધારો થયો છે. પાક તો ગત સાલ જેવો થયો છે. પણ એમ.પી.પાકમાં તદ્દન ફેલ હોય તેવું કહેવાય છે. રાજસ્થાની મરચાની ખૂબ ડિમાન્ડ હોય છે.

મરચાની જાત આ પ્રકારે ભાવ છે. સાનિયા ગયા વર્ષે ૨૨૦૦ રૂપિયા થી ૨૫૦૦ રૂપિયા હતા. હાલના ભાવ સાનિયાના ૨૭૦૦ રૂપિયાથી ૩૨૦૦ રૂપિયા હતા.

૭૦૨ એક મરચાની એક જાતનું નામ છે. ગયા વર્ષે ૨૧૦૦ થી ૨૪૦૦ રૂપિયા હતા. અત્યારે ૨૭૦૦ રૂપિયા થી ૩૨૦૦ રૂપિયા થઈ ગયા છે.

રેવા પણ મરચાની એક જાત છે. ગયા સાલ ૨૫૦૦ રૂપિયા હતા. જે અત્યારે ૨૮૦૦ થી ૩૨૦૦ રૂ. ૭૬૫, પણ એક મરચાની જાત છે. ગયા વર્ષે ૨૫૦૦ રૂપિયા હતા. અત્યારે ૨૯૦૦ રૂપિયા થી ૩૦૦૦, ઓજસ મરચાની અંદર સીધો ૫૦૦ રૂપિયાનો ૨૦ કિલોએ વધારો જોવા મળ્યો છે. પણ એક મરચાની જાત છે. ગયા વર્ષે ૨૮૦૦ રૂપિયા હતા. આ વર્ષે તે ૩૩૦૦ રૂપિયાથી ૩૯૦૦ રૂપિયા છે. જયારે સાનિયા મરચું, ૭૦૨ મરચું, ૭૬૫ મરચું, રેવા મરચું, ઓજસ મરચું આ પાંચ જાત ખૂબ હાલમાં ચાલે છે. માર્કેટમાં હજુ મરચાના ભાવ વધે તેવી શકયતા હોવાનું જાણકારએ કહી રહ્યા છે.

(3:55 pm IST)