Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

હવે બ્રાઝીલમાં તાંડવ મચાવે છે ‘સુપર કોવિડ-૧૯' વાયરસ : કોરોના વેકસીનની પણ અસર થતી નથી

ઓકસીજન ખરીદવા લાંબી લાંબી લાઇન

લંડન,તા. ૧૬: કોવિડ -૧૯ રોગચાળા સામે લડી રહેલા બ્રાઝિલમાં કોરોના વાયરસનું ખૂબ જીવલેણ રૂપ સામે આવ્‍યું છે. તાજેતરના સંશોધનમાં બહાર આવ્‍યું છે કે ગયા વર્ષે હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓના ૪૦ ટકા મૃત્‍યુ થયા. હવે આ સુપર કોવિડ વાયરસનો આનાથી પણ વધારે ઘાતક નવો સ્‍ટ્રેન ફેલાવા લાગ્‍યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ પહેલાથી જ અમેરિકા પહોંચી ગયો છે, જેનાથી વિશ્વભરમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. દરમિયાન, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સુપર કોવિડ -૧૯ વાયરસનો આ નવો સ્‍ટ્રેન કોરોના રસીને પણ મ્‍હાત આપી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ખતરાનો સામનો કરી રહેસસા બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે વહેલી તકે ભારતથી કોરોના રસી મંગાવી છે. ચાલો જાણીએ આ નવા વાયરસ વિશે બધું...

કોરોના વાયરસનું આ નવું સ્‍વરૂપ બ્રાઝિલના રાજય એમેઝોનાસથી વિશ્વભરમાં ફેલાવાનું શરૂ થયું છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે, આ સુપર કોવિડ વાયરસ ગત વર્ષે જુલાઈ મહિનાથી બ્રાઝિલમાં ફેલાઈ રહ્યો છે. બ્રાર્ઝિલોના ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ફોર ગ્‍લોબલ હેલ્‍થ દ્વારા તાજેતરના સંશોધનથી બહાર આવ્‍યું છે કે દેશના ઉત્તરીય અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં આરોગ્‍ય સુવિધાઓ ખૂબ જ નબળી છે અને ખૂબ જ ઓછા લોકોને આરોગ્‍ય સુવિધાઓ પહોંચી રહી છે. આ સુપર કોવિડના નવા સ્‍વરૂપ સાથે આ વિસ્‍તારોમાં કોરોનાથી મૃત્‍યુનું જોખમ વધી રહ્યું છે. સંશોધન કહે છે કે દેશના દક્ષિણ ભાગની તુલનામાં ઉત્તર અને પヘમિોત્તર વિસ્‍તારમાં કોવિડ -૧૯માં મૃત્‍યુનું જોખમ વધારે છે.

બ્રાઝિલનો સુપર કોરોના વાયરસ સ્‍ટ્રેન બ્રિટન પહોંચી ગયો છે, જે પહેલાથી જ નવી કોરોના સ્‍ટ્રેનથી પીડિત છે. નિષ્‍ણાંતોનું કહેવું છે કે બ્રાઝિલનો સુપર કોરોના વાયરસ યુએસ સુધી પહોંચ્‍યો ન હોય એમ કહેવું યોગ્‍ય રહેશે નહીં. બ્રાઝિલમાં અત્‍યાર સુધીમાં ૮૩ લાખ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્‍યો છે. આ રોગચાળાથી બ્રાઝિલમાં બે લાખથી વધુ લોકોનાં મોત નીપજયાં છે. બ્રાઝિલના એમેઝોનાસ રાજયમાંથી કોરોનાનો નવો સ્‍ટ્રેન ફેલાયો છે, ત્‍યાં હોસ્‍પિટલો કોવિડ-૧૯દ્ગક્ર દર્દીઓની ભરાઈ ગયા છે. આખી આરોગ્‍ય વ્‍યવસ્‍થા ધરાશાયી થઈ ગઈ છે. બ્રાઝિલના વાઇસ પ્રેસિડેન્‍ટ હેમિલ્‍ટન મૌઉરાઓએ સુપર કોવિડને આ મૃત્‍યુ અને કેસો માટે જવાબદાર ઠેરવ્‍યો છે. મૃત્‍યુની બાબતમાં હવે બ્રાઝિલ ફક્‍ત યુ.એસ.થી પાછળ છે. બ્રાઝિલમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. સ્‍થિતિ એવી છે કે, ઓક્‍સિજન ખરીદવા માટે લાંબી લાઇનો લાગી છે.

સંશોધન દરમિયાન, વર્ષ ૨૦૨૦માં ફેબ્રુઆરીથી ઓગસ્‍ટની વચ્‍ચે અઢી લાખથી વધુ કોરોના દર્દીઓ હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. આમાંના લગભગ ૪૭% દર્દીઓ ૬૦ વર્ષથી ઓછી ઉંમરના હતા. મોટાભાગના સ્‍થળોએ કોરોના વાયરસથી બીમાર પડ્‍યા પછી હોસ્‍પિટલમાં દાખલ થનારા લોકો વૃદ્ધ હતા.

સંશોધન દર્શાવે છે કે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધ હતા. બ્રાઝિલમાં હોસ્‍પિટલમાં દાખલ ૩૮ ટકા દર્દીઓ ચેપથી મોતને ભેટ્‍યા છે. યુ.એસ. માં, આ આંકડો લગભગ ૨૦ ટકા છે. બ્રાઝિલમાં ૬૦ વર્ષથી ઓછી વયના લોકોની સંખ્‍યા ૧૫ ટકા છે. સંશોધન કહે છે કે સ્‍વાસ્‍થ્‍ય સુવિધાઓ ઉત્તર અને ઉત્તરપヘમિ પ્રદેશોમાં ખૂબ નબળી છે, તેથી વધુ મોત નીપજયાં છે.

(3:27 pm IST)
  • 23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST

  • ૧૦૦ પૂર્વ સનદી અધિકારીઓના ગ્રુપે પીએમ કેર્સ ફંડની ટ્રાન્સપરન્સી સામે આંગળી ચીંધી દેશના સો જેટલા પૂર્વ આઇએએસ ઓફિસરોના ગ્રુપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવી પીએમ કેર્સ ફંડની પારદર્શિતા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે access_time 7:39 pm IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:08 am IST