Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અયોધ્યા બાદ સંતોના એજન્ડામાં મથુરા-કાશી

સંગમ તટે માધના મેળામાં જપ-તપ-યજ્ઞ અનુષ્ઠાનોનો પ્રારંભ

પ્રયાગરાજ : સંગમ તટે યોજાયેલ માધ મેળામાં હવે અયોધ્યા બાદ મુથરા-કાશી માટે સાધુ-સંતોએ જપ, તપ, દીપદાન અને યજ્ઞ અનુષ્ઠાનોનો સંકલ્પ લીધો છે. મથુરા-કાશીની મુકિત માટે યજ્ઞ આરંભ કર્યો છે. મહિનાભર યજ્ઞ વેદીઓ ઉપર દીપ પ્રગટાવી સનાતન પરંપરાના બન્ને મુખ્ય તીર્થ સ્થળોની મુકતી માટે આરાધના કરાશે. જેમાં કલ્પવાસી પણ સામેલ થશે.  મથુરા-કાશીની મુકતી માટે સંગમ કિનારે શિવ યોગી મૌની સ્વામીએ યજ્ઞ શરૂ કર્યો છે. વેદીઓ ઉપર મથુરા-કાશી માટે ૧.રપ લાખ દીવા પ્રગટાવાશે. નવ નીધિ રૂપે વેદીઓ બનાવાઇ છે. જેમાં કૃષ્ણ જન્મભૂમિને મુકત કરાવા માટે દરરોજ હજારો દીપ પ્રગટાવાશે. અગાઉ બાબાએ ૩૦ વર્ષો સુધી દીપયજ્ઞ કરેલ. માધ મેળાની પૂર્ણાહૂતિ સુધી શતચંડી યજ્ઞ કરાઇ રહ્યો છે.

પીઠાધીશ્વર મહંત રામકેવલ દાસજીએ જણાવેલ કે અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયા બાદ કલ્પવાસમાંૈ મથુરા-કાશીની મુકિત માટે વિશેષ યજ્ઞનું આયોજન કરાયેલ. આ યજ્ઞમાં નિયીમત સંતોની સાથે કલ્પવાસી પણ જપ અને આહુતિમાં સામેલ થઇ રહ્યા છે. ખાક ચોક વ્યવસ્થા સમિતિના મહામંત્રી અને મહામંડલેશ્વર સંતોષદાસ સતુઓ બાબાની શિબિરમાં પણ મથુરા-કાશી માટે યજ્ઞનો સંકલ્પ લેવાયેલ, તેમણે જણાવેલ કે રામ મંદિર નિર્માણ માટે ઘન સંગ્રહનું કાર્ય પણ ચાલી રહ્યું છે.

શ્રી કૃષ્ણ જન્મસ્થાન પ્રકરણમાં હિન્દુ આર્મીએ એકવાર ફરીથી કોર્ટના દાવા ઉપર સુનાવણીની તારીખ આપી છે. શુક્રવારે સીવીલ જજ સીનીયર ડીવીઝન નેહા બઘોતીયાની કોર્ટમાં હિન્દુ આર્મી ચીફ મનીષ યાદવે કેટલાક જરૂરી દસ્તાવેજો રજુ કરવાના હતા. પણ જજ રજા ઉપર હોવાથી સુનાવણી માટે ૧૮ જાન્યુઆરી સુનાવણી માટે જાહેર કરાઇ છે. હિન્દુ આર્મી ચીફ દ્વારા કરાયેલ દાવો હજુ સુધી સ્વીકારાયો નથી.

(2:50 pm IST)
  • દેશભરમાં આજે 1,65,714 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી : રસીકરણ પછી હજી સુધી એકપણ વ્યક્તિને આડઅસર થઈ હોય કે હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવું સામે નથી આવ્યું તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. access_time 7:42 pm IST

  • ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાશ્રીનું નિધન : ભારતીય ટીમના ઓલરાઉન્ડરો હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાશ્રી હિમાંશુ પંડ્યાનું આજે વડોદરામાં વ્હેલી સવારે હાર્ટએટેકનો હુમલો આવતા દુઃખદ નિધન : કૃણાલ સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ છોડી રવાના થઈ ગયો હોવાનું જાણવા મળે છે. સવારે ૧૦ વાગ્યે access_time 10:10 am IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST