Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જમીન સોદા કેસમાં ED એ એનસીપી નેતા એકનાથ ખડસેની 6 કલાક પૂછપરછ કરાઈ

ખડશેએ કહ્યું હજુ પણ કહેશે તેમની સામે હાજર થઇશ.

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા એકનાથ ખડશેને વર્ષ 2016ના જમીન સોદા કેસમાં શુક્રવારે છ કલાક સુધી પૂછતાછ કરી હતી. સાંજે સાડા પાંચ વાગે ED ઓફિસેથી બહાર નીકળેલા ખડસેએ પત્રકારોને કહ્યું કે તપાસમા સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

ખડસેએ કહ્યું કે તેમણે મને સવાલ કર્યા અને મે તેના જવાબ આપવાની કોશિષ કરી છે. તેમને જે દસ્તાવેજ અને જે માહિતી જોઇતી હતી તે મે આપી છે. તેમજ હજુ પણ કહેશે તેમની સામે હાજર થઇશ.

રાજ્યના પૂર્વ મંત્રી એકનાથ ખડસે બપોરે 11 વાગે ઇડી ઓફીસ પહોંચ્યા હતા. થોડી જ વારમા તેમના પુત્રી શારદા ચૌધરી પણ ઇડી ઓફીસમાં આવ્યાં હતા.
આ દરમ્યાન ઇડી ઓફીસની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ ખડસેના સમર્થક એકત્ર ના થાય તે માટે બેરીકેટ પણ લગાવવામા આવ્યા હતા . આ ઉપરાંત એસઆરપીના જવાનોને પણ તૈનાત કરવામા આવ્યાં હતા. ખડસે ગત વર્ષે ઓકટોબર માસમાં ભાજપ છોડીને એનસીપીમા જોડાયા હતા.

ઇડીએ ખડસે 30 સપ્ટેમ્બરના રોજ બોલાવ્યા હતા. પરંતુ તબિયત ખરાબ હોવાના લીધે તે આજે હાજર થયા હતા. તે પૂના શહેરમા એક વિસ્તારમા પોતાના પરિવાર સાથે જોડાયેલા જમીનના સોદાને લઇને ઇડી સમક્ષ હાજર થયા હતા

(12:34 pm IST)