Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

જૂની કારના બદલે નવી કાર ખરીદવા અંગેની સ્ક્રેપેજ પોલિસી ઉપર પીએમઓ લેશે નિર્ણય

જૂનીને બદલે નવી ગાડી ખરીદવા પર મળશે છૂટ : 15 વર્ષથી જૂની ગાડી પર વધારે ટેક્સ લાગી શકે

નવી દિલ્હીઃ લાંબા સમયથી લટકેલી સ્કેપેજ પોલિસી અંગે આગામી દિવસોમાં નિર્ણંય લેવાઈ શકે છે મળતી જાણકારી મુજબ પોલિસીના ડ્રાફ્ટને એકવાર ફરીથી વડાપ્રધાન કાર્યાલયએ પરત મંગાવ્યો છે. સ્ક્રેપેજ પોલિસીની ફરીથી ડ્રાફ્ટિંગ થશે. સ્ક્રેપેજ પોલિસી એકવાર ફરીથી PMO પાસે રજૂ થશે. સ્ક્રેપેજ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર છે. PMOની મંજૂરી પછી સ્ક્રેપેજ પલિસી આવશે

  અત્રે ઉલ્લેખનીય છે કે, PMO પહેલા પણ પોલિસીના ડ્રાફ્ટને પરત મંગાવી ચૂક્યો છે. બજેટ પહેલા પોલિસી આવવાની સંભાવના ઓછી છે. જૂની ગાડીના બદલે નવી ગાડી ખરીદવા ઉપર છૂટ મળશે. નવી કાર ખરીદવા ઉપર રજિસ્ટ્રેશન ફી આપવી નહીં પડે. રાજ્ય 15 વર્ષ કે તેની ઉપરની જૂની ગાડીઓ ઉપર વધારે રોડ ટેક્સ લગાવી શકશે.

આ ડ્રાફ્ટમાં રાજ્યોને નવી અને જૂની ગાડીઓ માટે અલગ અલગ રોડ ટેક્સ લગાવવા માટે કહ્યું છે. સ્ક્રેપ્ડ ગાડીઓ ઉપર રોડ ટેક્સમાં છૂટ આપી શકાશે. 15 વર્ષથી જૂની ગાડીઓ ઉપર 6 મહિનામાં ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. 15 વર્ષ જૂની ગાડીઓના રજિસ્ટ્રેશનને રિનુઅલ્સમાં 20 ટકા વધારેની વધારો કર્યો છે. અત્યારે નાની ખાનગી કારના રજિસ્ટ્રેશન રિનુઅલ્સ ઉપર 600 રૂપિયા લાગશે. પરંતુ સ્ક્રેપેજ પોલિસીમાં આ રૂ.15,000 પ્રસ્તાવિત છે. 7.5 ટનથી ઓછી નાની કોમર્શિયલ ગાડીઓના રજિસ્ટ્રેશન રિનુઅલ્સ હજી 1000 રૂપિયા છે. જે રૂ,20,000 પ્રાસ્તાવિક છે. મિડિયમ અને હેવી કોમર્શિયલ ગાડીઓના રિનુઅલ માટે રૂ.1599 આપવા પડશે. જે પ્રસ્તાવમાં રૂ.40,000 છે.

(8:52 pm IST)