Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મહિને રૂ. ૭૦૦૦ કમાતા વ્યકિત પાસે ઈન્કમટેક્ષ તરફથી રૂ. ૧૩૪ કરોડની લેવડદેવડનો હિસાબ મંગાતા ખળભળાટ

ભોપાલ, તા. ૧૬ :. ભોપાલમાં ૨૯ વર્ષના એક શખ્સને ઈન્કમટેક્ષની નોટીસ જોઈને ચક્કર આવી ગયા છે. તેની પાસે પાન નંબર સાથે ૧૩૪ કરોડની લેવડદેવડનો હિસાબ માંગવામાં આવ્યો છે. આ વ્યકિતનું નામ છે રવિ ગુપ્તા અને તેનો પગાર છે રૂ. ૭૦૦૦. તેનુ કહેવુ છે કે મની લોન્ડરીંગનો કેસ હોય શકે છે જેની તપાસ થવી જોઈએ.

ઈન્કમટેક્ષના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે રવિ ગુપ્તાએ ફરીયાદ દાખલ કરી તપાસની માંગણી કરી. સપ્ટેમ્બર ૨૦૧૧થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ વચ્ચે મુંબઈમાં એક ખાનગી બેન્કની શાખા સાથે કંપનીના ખાતામાં રૂ. ૧૩૪ કરોડની લેવડદેવડ થઈ હતી. તેનુ કહેવુ છે કે તે વખતે હું માંડ ૨૧ વર્ષનો હતો. તે વખતે હું મુંબઈ કે ગુજરાતમાં નહોતો. હું ઈન્દોરની કંપનીમાં કામ કરતો હતો અને મારો પગાર ૭૦૦૦ હતો જે નોન ટેકસેબલ છે.

તેનુ કહેવુ છે કે પાનકાર્ડ પણ નકલી નિકળ્યુ છે. મારી સહી કયાંય નથી.

(11:25 am IST)