Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મોદી સરકારના 36 કેન્દ્રીયમંત્રી જશે જમ્મુ-કાશ્મીર લોકોને કલમ 370 નાબૂદ કરવાના ફાયદા ગણાવશે

મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનોના પ્રવાસની રૂપરેખા તૈયાર કરાશે

નવી દિલ્હી: મોદી સરકારના 36 કેન્દ્રીય પ્રધાનોનું એક જૂથ આ મહિનાના અંતમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે, જેથી લોકોને આર્ટિકલ 37૦  હટાવ્યા બાદના  સકારાત્મક પ્રભાવો અને આ ક્ષેત્ર માટે સરકારના વિકાસના પગલાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.

પ્રધાનોના જમ્મુ-કાશ્મીર મુલાકાત કાર્યક્રમની અંતિમ રૂપરેખા 17 જાન્યુઆરીએ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તૈયાર કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મુલાકાત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહની પહેલ છે અને મંત્રાલય તેમાં સંકલન કરી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ 19 જાન્યુઆરીએ કેન્દ્રિય પ્રદેશો જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.

(12:00 am IST)