Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ગોવા ટ્રાફિક પોલીસે 7,74 લાખથી વધુ લોકોના ચલણ કાપ્યા : 9,19 કરોડનો દંડ વસુલ્યો

શહેરની વસ્તીના અડધાથી વધુ લોકો ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા દંડાયા :વિદેશીઓ પણ ઝપટે ચડ્યા

પણજી :ગોવામાં વર્ષ 2018માં ટ્રાફિક પોલીસે ગોવામાં 7.74 લાખ લોકોના ચલણ કાપ્યા છે.ગોવામાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ મુક્તેશ ચંદેરે આ આંકડા જાહેર કર્યા છે.

   ડિજીપી ચંદેરે કહ્યું હતું, ‘ગત વર્ષની તુલનામાં પરિવહનન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં 48 ટકાનો વધારો થયો છે. ગોવા પોલીસે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારા 774578 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ રીતે 2018માં 9.19 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

  અત્રે  ઉલ્લેખનીય છે કે 2011માં અધિકૃત આંકડાઓ મુજબ ગોવાની વસતી 14.59 લાખ હતી. ડીજીપીએ કહ્યું હતું કે એવા તમામ આરોપો નિરાધાર છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગોવા પોલીસ વિદેશીઓને છૂટ આપે છે.

નિયમ બધા માટે સમાન છે. જો વિદેશી નાગરિક પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમનું પણ ચલણ કાપવામાં આવે છે.

  પોલીસના કહેવા પ્રમાણે, તે પોતાનું માત્ર કામ કરી રહી છે અને તેમાં પરેશાન કરવા જેવી કોઈ વાત નથી. ગોવા દેશના ટોચના એવા સમુદ્રી બીચ અને નાઈટલાઈફવાળા પ્રવાસન સ્થળોમાંથી એક છે. ગત વર્ષે 7 મિલિયન એટલે કે 70 લાખથી વધુ પ્રવાસીઓ ગોવા પહોંચ્યા હતા. તેમાંથી લગભગ 5 લાખ વિદેશી હતા.

(11:04 pm IST)