Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વિડીયો : ''અમુલ'' ની ફ્રેન્ચાઇસીઝ આપવાનો ભ્રામક પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરવાની ઘટનાનો પડઘો : '' ગુગલ'' અને 'ગો-ડેડી'' ડોટ કોમને અમુલ ડેરી દ્વારા નોટીસ ફટકારાઇ : ગુજરાત પોલીસની સાઇબર સેલ સુધી મામલો પહોંચ્યો : વિધિસર ફરીયાદથી ભારે ચકચાર

આણંદઃ ભારતની સૌથી મોટી ડેરી ગણાતી ''ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન'' (GCMMF) કે જે ''અમુલ'' બ્રાંડ નામથી લોકપ્રિય છે તેણે ગૂગલ ઇન્ડિયા પ્રા.લી. તથા ગોડેડી ડોટ કોમને લીગલ નોટીસ પાઠવી છે.

આ નોટીસમાં અમૂલ સંચાલકોના જણાવાયા મુજબ તેમણે 'અમૂલ'ના નામે ખોટો પ્રચાર કરી આવક ઉભી કરી છે. જે મુજબ ભારતમાં અમૂલની ફ્રેન્ચાઇસીઝ આપવાનો ભ્રામક પ્રચાર કરી લોકોને ગેરમાગે દોર્યા છે. ફેક B2B કમ્પેન સીરીઝ દ્વારા પ્રચાર કરી પાર્લરો તથા વ્યકિતઓને સપ્ટેં.૨૦૧૮ થી ફેક વેબસાઇટ દ્વારા ખોટા પ્રચારથી અમૂલમાં જોડાઇને વ્યવસાય કરવાની તક આપી ધંધાદારી જાહેરાતો વડે નાણાં કમાવાનો બદઇરાદો દાખવ્યો હોવાનું જણાવ્યું છે. એટલું જ નહિં આ ફેક વેબસાઇટ દ્વારા અમૂલ ફ્રેન્ચાઇસીઝ, પાર્લર તથા ડીસ્ટ્રીબ્યુટર બનવા માટે જંગી રકમ પણ ભેગી કરી લીધી હોવાનો આરોપ મુકાયો છે. તથા પોતાની બ્રાન્ડનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉપરાંત ગુજરાત પોલીસ સાયબર સેલ અમદાવાદ સમક્ષ પણ આ ફેક વેબસાઇટ મામલે ફરિયાદ  નોંધાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:58 pm IST)