Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સુપ્રીમ કોર્ટ જજે કૉલેજિયમના યુ-ટર્ન વિરુદ્ધ CJI ગોગોઈને પત્ર લખ્યો

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા 2 હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ પર યુ-ટર્ન લેવા અને તેમની જગ્યાએ 2 અન્ય હાઈકોર્ટના ચીફ જસ્ટિસોને SC જજ બનાવવાની ભલામણ કરવા પર વિવાદ થયો છે.

  કોલેજિયમ રાજસ્થાન અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રદીપ નંદ્રાજોગ અને રાજેન્દ્ર મેનનને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણથી ફરી ગયા છે અને તેમની જગ્યાએ કર્ણાટક હાઈકોર્ટના જજ દિનેશ માહેશ્વરી અને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરી છે.

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ કૈલાશ ગંભીરે માહેશ્વરી અને ખન્નાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની કૉલેજિયમની ભલામણ વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. CJI રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની કૉલેજિયમના આ અચાનક યુ-ટર્નથી સુપ્રીમ કોર્ટના કેટલાક જજ નારાજ છે અને સાંસ્થાનિક નિર્ણય રક્ષાની રીતને લઈને ચર્ચા કરી રહ્યા છે. તે નિર્ણય-પ્રક્રિયામાં નિરંતરતાના પક્ષમાં છે. તેઓ નથી ઈચ્છતા કે કૉલેજિયમ દ્વારા કરવામાં આવતા નિર્ણયથી ક્યાંયથી પણ એ સંકેત જાય કે આ સભ્યોની વચ્ચે વ્યક્તિગત પસંદગી પ્રભાવિત છે.

(8:33 pm IST)