Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આયુષ્યમાન યોજનાને છત્તીસગઢે ફગાવી છે

કોંગ્રેસની સરકારે યોજના ફગાવી

રાયપુર,તા.૧૬ : છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ હવે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી આયુષ્યમાન યોજનાને અસ્વીકાર કરી દીધી છે. આ યોજનાને વડાપ્રધાન મોદીએ નક્સલવાદીગ્રસ્ત બીજાપુર જિલ્લાના જાંગલા ગામમાં શરૂ કરી હતી.

કેન્દ્ર સરકારની આ યોજનાની જગ્યાએ પ્રદેશ સરકાર પોતાની આરોગ્ય યોજના લાગૂ કરવા તૈયારી કરી રહી છે. આવું કરનાર છત્તીસગઢ પાંચમુ રાજ્ય છે. આ પહેલા બંગાળ સહિતના કેટલાક રાજ્યોએ આ યોજના અમલી બનાવી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ યોજનાને લાગૂ કરી રહ્યા નથી. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવી પટનાયક પણ આ યોજનાને અસ્વીકાર કરી ચુક્યા છે. તેલંગાણામાં પણ યોજના અમલી કરવામાં આવી નથી. આ યોજના અમલી ન થતાં સામાન્ય લોકોને નુકસાન થશે. વિરોધાભાષી સરકારો હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

(8:23 pm IST)