Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ચૂંટણી પરિણામ ગમે તે આવે પ્રમુખ તરીકે વી.પી. વૈષ્ણવ નિશ્ચિતઃ કોણ જીતશે કોણ હારશે ? રસપ્રદ વિશ્લેષણ

રાજકોટ : ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છેઃ મળતા નિર્દેશો મુજબ ૬૦ ટકાની આસપાસ મતદાન થાય તેવી શકયતા છેઃ નિરીક્ષકોના મતે ચૂંટણી પરિણામ ગમે તે આવે ચેમ્બરના પ્રમુખ તરીકે વી.પી. વૈષ્ણવ નિશ્ચિત છેઃ નિષ્ણાંતોના મતે વાઇબ્રન્ટ પેનલને ૨૦થી ૨૨ બેઠકો મળે તેવી શકયતા છેઃ સમીર શાહ કદાચ જીતી જાય તેવી પણ શકયતા છેઃ હિતેષ સાતા પણ આશ્ચર્ય પમાડે તો નવાઇ નહીં: ૨ બેઠકો માટે રસપ્રદ જંગ થશેઃ નિરીક્ષકોના મતે લોહાણા જ્ઞાતિના ૭, વણિક જ્ઞાતિના ૬, લેઉઆ પટેલ જ્ઞાતિના ૧૧નો વિજય નિશ્ચિત છેઃ કડવા પાટીદારના ૨ ઉમેદવાર જીતે તેવી શકયતા છેઃ અન્ય જ્ઞાતિના ઉમેદવારો ઉપર પરાજયનું જોખમ હોવાનું નિરીક્ષકોનું માનવું છે

(3:34 pm IST)