Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મધ્ય પ્રદેશના ૧૧ જીલ્લાઓમાં શીત લહેરની ચેતવણી

ભોપાલ : મધ્ય પ્રદેશમાં હવામાન વધુ ઠંડુ થઇ ગયું છે. ભોપાલમાં રાતનું તાપમાન ર.૪ ડીગ્રીથી ૭.૪ ડીગ્રી પહોંચી ગયુ હતું. સોમવારની રાત જાન્યુઆરીની ત્રીજી સૌથી ઠંડી રાત રહી હતી. ગ્વાલીયર, ચંબલ સહિત પ્રદેશના ઉત્તર-પશ્ચિમી ભાગો ઠંડીથી વધુ પ્રભાવીત રહ્યા હતાં. જયારે ગ્વાલીયર, દતિયા, ખજુરાહો અને નૌગાંવ સૌથી ઠંડા રહેલ. અહીં રાતનું તાપમાન ર ડીગ્રી આસપાસ રહેલ. ભોપાલમાં મંગળવારે દિવસના તાપમાનમાં મામુલી વધારો થયેલ. હવામાન વૈજ્ઞાનિક પીકે સાહાના જણાવ્યા મુજબ ભોપાલમાં આવતા ર૪ કલાકમાં રાતનું તાપમાન વધુ નીચુ જવાની શકયતા છે. તેમણે વધુમાં જણાવેલ કે આજે બુધવારે જબલપુર, છતરપુર, સાગર, સતના, રીવા, નિવાડી, ટીકમગઢ, પન્ના, કટની, સિંગરોલી અને દમોહ જીલ્લામાં કયાંક-કયાંક શીત લહેર ચાલી શકે છે. (પ-ર૩)

(2:29 pm IST)