Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દિલ્હીમાં ઠંડીનો પારો ગગડયોઃ ૪.૫ ડિગ્રીઃ કાલે કોલ્ડવેવની હવામાન ખાતાની આગાહી

રાજધાનીમાં વાયુ પ્રદુષણનો આંક ''ખુબ જ ખરાબ'' નોંધાયો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આજે સવારે ઠંડીએ જોર પકડતા પારો ૪.૫ ડિગ્રી નોંધાયો હતો. હવામાન ખાતાએ આવતીકાલે ગુરૂવારે કોલ્ડ વેવના કારણે ઠંડી વધવાની આગાહી કરી છે.

વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે લઘુતમ તાપમાન વધુ નીચે જવાની શકયતા છે. જ્યારે શનિ- રવિમાં રાત્રીનું તાપમાન ૧૦ ડિગ્રી સુધી પહોંચી જવાનું પણ હવામાન ખાતાએ વધુમાં જણાવ્યું છે. ઉપરાંત ૨૦ તથા ૨૧ જાન્યુઆરીએ હળવા વરસાદની પણ શકયતા દર્શાવી છે.

દિલ્હીમાં વાયુ પ્રદુષણનો આંક ''ખુબ જ ખરાબ''ની કેટેગરીમાં નોંધાયો છે. જે ગઈકાલે ૨૩૭ હતો. તે આજે સવારે ૩૩૩ થઈ ગયો છે. જોરદાર પવનના કારણે સોમવારથી રાજધાનીનું વાતાવરણ થોડુ સુધરવા લાગ્યુ હતુ. પણ પવનની ગતી મંદ પડતા વાયુ પ્રદુષણ ફરી વધ્યુ છે. તેમ પ્રદુષણ બોર્ડે જણાવ્યુ હતું.(૩૦.૫)

(2:29 pm IST)