Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સતત ભાવવધારો ઠપકાર્યા બાદ પેટ્રોલ - ડિઝલમાં આજે નજીવો ઘટાડો

પેટ્રોલ - ડિઝલમાં છેલ્લા ૬ દિવસથી સતત આકરા વધારા બાદ આજે કિંમતમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં ૭ પૈસાનો ઘટાડો નોંધાયો છે. જયારે ડિઝલની કિંમતમાં ૧૩ પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ ૬૭.૮૦ રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જયારે ડિઝલ ૬૭.૫૦ રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૮ પૈસાનો ઘટાડો નોંધાયો છે. જયારે ડિઝલની કિંમતમાં ૧૨ પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૮ પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો છે. જયારે ડિઝલની કિંમતમાં ૧૩ પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે.

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો બાદ હવે થોડો ઘટાડો થયો છે. આ પહેલા લગભગ એક મહિના સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેને પગલે લોકોને મોંઘવારીથી ભારે રાહત મળી હતી. પેટ્રોલ અને ડિઝલની કિંમતને હવે સરકારના નિયંત્રણથી મુકત કરી દેવામાં આવી છે અને હવે તેનું નિયંત્રણ બજારના મુલ્યના આધાર પર ઓઈલ કંપનીઓ કરે છે. (૩૭.૫)

 

(2:28 pm IST)