Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા :દિલ્હીમાં હદ થીજાવતી ઠંડી

બર્ફીલા પવનને કારણે દિલ્હીમાં કાતિલ ઠંડી :લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ

નવી દિલ્હી :ઉત્તર ભારતનાપહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ઘણો નીચે ગગડ્યો છે. બર્ફિલા પવનોને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. એવામાં બેઘર લોકોની જિંદદી બેહાલ છે

  . હાડ થીજાવી દેતી ઠંડીને કારણે દિલ્હીમાં 14 દિવસમાં 96 બેઘરોના મોત થયા છે. તેમાં સૌથી વધુ મોત નોર્થ દિલ્હીમા થયા છે. આ એવા લોકો છે જે દિલ્હીમાં કામની શોધમાં રોજીરોટી માટે આવે છે.

 

(1:07 pm IST)