Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ટેલીકોમ કંપનીઓ ઉપર ઝળુંબતો રૂ. ૧,પ૦,૦૦૦ કરોડનો બોજો

કાનુની દાવપેચમાં અટવાઇ છે મોબાઇલ કંપનીઓઃ જો કોર્ટનો ચૂકાદો વિરૂધ્ધમાં આવે તો ફટકો

નવી દિલ્હી તા. ૧૬ :.. ભારતીય દુર સંચાર કંપનીઓ અત્યારે એક એવા ટાઇમ બોમ્બ પર બેઠી છે જે કયારેય પણ ફુટી શકે છે. સરકારે આ કંપનીઓ પર પોતાની લેણી રકમ વસુલવા માટે સુપ્રીમ કોર્ટ સહિત વિભીન્ન અદાલતોમાં કેસ કરેલા છે. જો કોર્ટનો નિર્ણય કંપનીઓની વિરૂધ્ધ આવશે તેમના પર ૧રપ૦ અબજથી ૧પ૦૦ અબજ રૂપિયાનો ફટકો પડી શકે છે. સરકાર એ કંપનીઓ વચ્ચે અલગ અલગ મુદાઓ પર ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહયો છે. આ દરમ્યાન વિભીન્ન અદાલતોમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે. આ વિવાદોમાં એજીઆરની વ્યાખ્યા, સ્પેકટ્રમ શુલ્કનું એક હપ્તામાં ચુકવણુ, રાવરની ઉંચાઇ વધારવા માટે સેલ્ફ સર્ટીફીકેટ જમા ન કરાવવા માટે દંડ વગેરે સામેલ છે. 

એજીઆરના આધારે જ લાઇસન્સ ફી એન સ્પેકટ્રમ ઉપયોગ કર્તા શુલ્ક નકકી થાય છે, જે કંપનીઓએ દર વર્ષે ચુકવવી પડે છે. એક વખતનું સ્પેકટ્રમ શુલ્કને કંપનીઓએ કોર્ટમાં પડકાર્યુ છે. હવે કેસ હારવાની સ્થિતીમાં કંપનીઓએ બાકી રકમનું ચુકવણા ઉપરાંત દંડ અને વ્યાજ પણ ચુકવવું પડશે.

મોબાઇલ કંપનીઓ પર અત્યારે ૭૦૦૦ અબજ રૂપિયાથી પણ વધારે દેણું છે. નાણાંકીય વર્ષ ર૦૧૮ માં વાર્ષિક નફો લગભગ પપ૦ અબજ થવાની શકયતા છે. જેનાથી ૩ ગણા રૂપિયા તેણે સરકારને ચુકવવાના થઇ શકે છે. કોઇપણ કંપનીએ પોતાની બેલેન્સ શીટમાં આ રકમ ચુકવવા માટેની જોગવાઇ નથી રાખી એટલે તેમની વિરૂધ્ધનો ચુકાદો આવે તો આખો ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયાાન મહાનિર્દેશક રાજન મેથ્યુ એ કહયું, 'ઉદ્યોગ માટે સ્પેકટ્રમની બાકી રકમ ચુકાવવામાં મુશ્કેલી પડી રહી છે અને હવે જો બાકીની રકમ ચુકવવાની આવે તો તેની કમર સાવ ભાંગી જશે.' (પ-૧૭)

(12:44 pm IST)