Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દેશમાં શિક્ષણનું સ્તર - ગુણવત્તા ચિંતાજનક

૪ વર્ષમાં મામુલી સુધારો : 'અસર'નો ચોંકાવનારો રિપોર્ટ : તારણો ચિંતા ઉપજાવે તેવાઃ ૮માં ધોરણના અડધાથી વધુ છાત્રોને ગુણાકાર - ભાગાકાર નથી આવડતાઃ પાંચમાં ધોરણના અડધોઅડધ છાત્રો બીજા ધોરણના પાઠ વાંચી શકતા નથી

નવી દિલ્હી તા. ૧૬ : દેશના શિક્ષણની ગુણવત્તા અંગે કરવામાં આવી રહેલા તમામ પ્રયત્નો છતાં છેલ્લા ચાર વર્ષમાં તેમાં મામુલી સુધાર જોવા મળ્યો છે. આ ચોંકાવનારો રીપોર્ટ ચિંતાજનક છે. આજે પણ શિક્ષણના સ્તરમાં વધુ કઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. આજે પણ પાંચમા ધોરણના અંદાજે અડધાથી વધુ બાળકો બીજા ધોરણના પાઠ વાંચી શકતા નથી. બીજું બાજુ, આઠમી કક્ષાના ૫૬ ટકા બાળકો ગણિતના ગુણાકાર ભાગાકાર કરી શકતા નથી.

શિક્ષાના ક્ષેત્રમાં કાર્યરત દેશના સૌથી મોટા ગેર-સરકારી સંગઠન પ્રથમના વાર્ષિક સર્વેક્ષણ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજયુકેશન રિપોર્ટ(અસર)-૨૦૧૮ના રિપોર્ટ પાર થી આ જાણકારી મળી છે. આ રીપોર્ટ દેશના ૫૯૬ જિલ્લાના ૧૭,૭૩૦ ગામડાના પાંચ લાખ ૪૬ હજાર ૫૨૭ વિદ્યાર્થીઓ વચ્ચે કરેલા સર્વેક્ષણ પર આધારિત છે.

રિપોર્ટના જણાવ્યા મુજબ,પાંચમી કક્ષાના ૫૦.૩ ટકા બાળકો બીજા ધોરણ માટે તૈયાર કરેલા પાઠને વાંચી શકે છે. વર્ષ ૨૦૧૪માં પાંચમાના ૪૮.૧ ટકા બાળકો જ આ કરી શકે છે. એટલે કે છેલ્લા ચાર વર્ષમાં માત્ર ૨.૨ ટકા નો સુધાર જોવા મળી રહ્યો છે. જોકે રાજયવાર વાત કરવમાં આવે તો આ દરમ્યાન ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડે યોગ્ય પ્રદર્શન કર્યું છે. અહીંયા ચાર વર્ષોની અંદર ક્રમશઃ ૭.૩ ટકા તેમજ ૩.૭ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.બીજી બાજુ ઝારખંડમાં આ ચાર વર્ષોમાં કોઈ સુધારણા થયો નથી અને ત્યાં બીજા ધોરણના પાઠ વાંચવા અંગે પાંચમીના બાળકોની સંખ્યા ૩૪.૪ ટકાઙ્ગ એ સ્થિર રહી.

ઙ્ગરિપોર્ટના જણાવ્યા મુજબ, આજે પણ આઠમા ધોરણના ૫૬ ટકા બાળકો ભાગાકાર પણ કરી શકતા નથી. બીજી બાજુ ભાગી નહીં શકનાર પાંચમીના બાળકોની સંખ્યા ૭૨.૨ ટકા બરાબર છે. ભાગવાના મામલે યુપી અને ઉત્તરાખંડના વિદ્યાર્થીઓ બિહારના વિદ્યાર્થીઓ પાછળ છે. ભયહારમાં આઠમાના ભણનાર ૫૬.૯ ટકા બાળકો બે સંખ્યાઓ વચ્ચે ભાગી શકે છે. બીજી બાજુ યુપી અને ઉત્તરાખંડમાં આ સંખ્યા ક્રમશ ૪૪.૪ તેમજ ૪૮.૬ ટકા છે. આ મામલે મણિપુર રાજયોના બાળકો સૌથી આગળ છે. ત્યાં આઠમાના ૭૨.૫ ટકા બાળકો ભાગાકાર કરી શકે છે.(૨૧.૧૩)

રાજ્યવાર શિક્ષણના આંકડા

રાજય     ૨૦૧૮ ૨૦૧૪

યુપી      ૫૨.૦  ૪૪.૭

બિહાર     ૪૧.૩  ૪૮.૧

ઉત્ત્।રાખંડ ૬૪.૩  ૬૦.૬

ઝારખંડ   ૩૪.૪  ૩૪.૪

હિમાચલ  ૭૬.૯  ૭૫.૨

ભારત     ૫૦.૩  ૪૮.૧

(12:17 pm IST)