Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વેબસાઈટમાં સુરક્ષામાં ખામી :ફ્રાન્સના હેકરે આપી માહિતી

હેકરે કહ્યું અજ્ઞાત સોર્સે ફાઈલ અપલોડ કરી ;તેની પાસે પીએમનો ડેટાબેઝનો પૂરો એક્સેસ હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વેબ્સાઈટમાં સુરક્ષામાં ખામી હોવાનું એક હેકરે જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વેબસાઇટ www.narendramodi.inની સુરક્ષામાં ખામી હોવાનો ફ્રાન્સના એક સિક્યોરિટી રિસર્ચર એન એથિકલ હેકરે ટ્વીટ કરી દાવો કર્યો છે જેમાં કહ્યું છે કે પીએમ મોદીની વેબસાઇટ સુરક્ષિત નથી. ઈલિયટે ટ્વસટ કરી આ વાતની જાણકારી આપી છે.

  ઈલિયટે ટ્વીટમાં એક સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું કે, 'હાય@narendramodi,આપની વેબસાઇટમાં સુરક્ષાની ખામી જોવા મળી છે. એક અજ્ઞાત સોર્સે મારા નામથી એક ફાઇલ આપની વેબસાઇટ પર અપલોડ કરી છે. તેની પાસે આપના ડેટાબેઝનો પૂરો એક્સેસ છે. આપે વહેલી તકે મારો સંપર્ક કરવો જોઈએ અને પોતાની વેબસાઇટને સુરક્ષિત કરવી જોઈએ.'
 ત્યારબાદ તેણે વધુ એક ટ્વીટ કરીને જાણકારી આપી કે http://narendramodi.inની ટીમે તેનો સંપર્ક કર્યો છે અને તે વેબસાઇટ ખામીને દૂર કરવામાં લાગી ગયા છે. તેઓએ આગળ ટ્વીટમાં લખ્યું કે ટીમ દ્વારા તપાસ કર્યા બાદ ખબર પડી કે આ ખામી માત્ર સબડોમેનને પ્રભાવિત કરી રહી હતી જે તેમનું હાલનું મુખ્ય સર્વર નથી

(12:59 am IST)