Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સબરીમાલા મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કમ્યુનિસ્ટો ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને આધ્યાત્મિક્તાનું સન્માન કરતા નથી.

કોંગ્રેસ સસંદમાં કંઈક જુદું બોલે છે અને પતનમથિટ્ટા ( અયપ્પાનું મંદીર) માં કંઈક અલગ બોલે છે

કોલ્લમઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સબરીમાલા મુદ્દે કેરળની માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળી એલડીએફ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'કમ્યુનિસ્ટો ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને આધ્યાત્મિક્તાનું સન્માન કરતા નથી. આ મુદ્દે કેરળની એલડીએફ સરકરાનું વલણ શરમજનક રહ્યું છે.'

  વડા પ્રધાને એલડીએફ સરકાર અને રાજ્યમાં યુડીએફની આગેવાનીવાળા વિરોધ પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, બંને મોરચા એક સિક્કાની બે બાજુ છે તેમણે બંને મોરચા પર રાજ્યના લોકોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. 

  વડા પ્રધાને જાહેરસભામાં જણાવ્યું કે, સબરીમાલા મુદ્દે કોંગ્રેસના પણ જુદા-જુદા વલણ છે. તેમણે જણાવ્યું કે, 'કોંગ્રેસ સસંદમાં કંઈક ઓર બોલે છે અને પતનમથિટ્ટા (જ્યાં અયપ્પાનું મંદીર છે) માં કંઈક જુદું જ બોલે છે.'

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 66 પર બહુપ્રતીક્ષિત કોલ્લમ બાયપાસનું ઉદ્ઘાટન કર્યું હતું. બે લેનનો 13 કિમી લાંબો બાયપાસ કેરળના અલાપુઝા અને તિરૂવનંતપુરમ જિલ્લા વચ્ચેની મુસાફરીનો સમય ઘટાડશે અને તેનાથી કોલ્લમ શહેરમાં ભારે વાહનોની ભીડમાં ઘટાડો થવાની સંભાવના છે. 

  બાયપાસને રાષ્ટ્રને સમર્પિત કરતા મોદીએ જણાવ્યું કે, 2014માં તેઓ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે માત્ર 56 ટકા ગ્રામીણ વસતી દેશની સડકો સાથે જોડાયેલી હતી. તેમણે જણાવ્યું કે, 'અષ્ટમુડી તળાવના કિનારે પુરમાંથી બહાર નિકળવાનો અનુભવ થઈ રહ્યો છે. હું તમને સૌને બાયપાસ પુરો થવાના અભિનંદન પાઠવું છું.

(12:00 am IST)