Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પહેલી ફેબ્રુઆરીથી કેબલ ટીવી અને ડીટીએચની પ્રાઇસીંગ માટે નવા નિયમ: મહિને 153 રૂપિયાના પેકમાં નહી મળે HD ચેનલ્સ

ફ્રી ટૂ એર ચેનલ્સના પણ ચૂકવવા પડશે પૈસા :બધી ચેનલ્સ પણ ફ્રી નહી મળે: એક ચેનલની કિંમત 19 રૂપિયાથી વધુ નહી

નવી દિલ્હી :આગામી પહેલી ફેબ્રુઆરીથી કેબલ ટીવી અને ડીટીએચની પ્રાઇસિંગ માટે નવા નિયમ લાગૂ થશે. TRAI એ 153 રૂપિયા દર મહિને નક્કી કર્યા છે. 153 રૂપિયા દર્શક ફ્રી ટૂ એરમાંથી 100 પસંદગીની ચેનલ પસંદ કરી શકે છે. ટીવી જોવા માટે પોતાની પસંદગીની ચેનલ્સ પસંદ કરો તેની જ કિંમત ચૂકવશો.પહેલાંના મુકાબલે ટીવી જોવું સસ્તુ બનશે તેમ કહેવાય છે પરંતુ  ટીવી જોવું કદાચ પહેલાંના મુકાબલે મોંઘુ સાબિત થશે.

  પહેલી ફેબ્રુઆરીથી ટીવી પર મળનાર ફ્રી ટૂર ચેનલ્સ માટે પણ પૈસા ચૂકવવા પડશે. એટલે કે આ બધી ચેનલ્સ પણ ફ્રી નહી મળે. તેના માટે TRAI એ 153 રૂપિયા દર મહિને નક્કી કર્યા છે. 153 રૂપિયા દર્શક ફ્રી ટૂ એરમાંથી 100 પસંદગીની ચેનલ પસંદ કરી શકે છે. જોકે આ કામ 31 જાન્યુઆરી પહેલાં કરવું પડશે. TRAI નું કહેવું છે કે નવા નિયમ હેઠળ દર્શકો તેમની પસંદગીની ચેનલ પસંદ કરવા માટે આઝાદ છે.

  મળતી માહિતી અનુસાર 153 રૂપિયાના પેક (જેમાં GST પણ સામેલ છે)માં HD ચેનલની સુવિધા નથી. જોકે કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દર્શકો HD ચેનલ પણ પસંદ કરી શકે છે. પરંતુ એક એચડી ચેનલને બે નોન-એચડી ચેનલ ગણવામાં આવશે. જોકે તેના વિશે પુરી જાણકારી માટે દર્શકોએ પહેલાં પોતાના સર્વિસ પ્રોવાઇડરનો જરૂર સંપર્ક કરવો. 

  દર્શકોને નવા નિયમો વિશે જણાવવા માટે TRAI એ 12 જાન્યુઆરીથી SMS કેમ્પેનની શરૂઆત કરી છે. આ કેમ્પેન હેઠળ દર્શકોને મેસેજ દ્વારા નવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બે હેલ્પલાઇન નંબર 011-23220209 અને 011-23237922 પણ જાહેર કરવામાં આવ્યા છે. 

  TRAI એ એ પણ કહ્યું છે કે એક ચેનલ માટે દર્શકો પાસેથી વધુમાં વધુ 19 રૂપિયા વસૂલવામાં આવી શકે છે. આ ઉપરાંત એક જ ગ્રુપની ઘણી ચેનલ હોવા છતાં તે બધી ચેનલને એકઠી કરીને સિંગલ પ્લાન રજૂ કરી શકે છે. નવા નિયમ અનુસાર દર્શકો પોતાની મરજીથી ચેનલ પસંદ કરવામ આટે સ્વતંત્ર છે. ઓપરેટર અને બ્રોડકાસ્ટર તેના પર કોઇ દબાન ન બનાવી શે. પહેલા આ નિયમ 29 ડિસેમ્બર 2018થી લાગૂ થવાનો હતો. પછી તેની સમય મર્યાદા વધારીને 1 ફેબ્રુઆરી 2019 કરી દેવામાં આવી છે. 

(12:09 am IST)