Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

‘‘આઉટસ્‍ટેન્‍ડીંગ ટિન ૨૦૧૮'' : અમેરિકામાં યોજાતી સૌંદર્ય સ્‍પર્ધા માટે નાપા કાઉન્‍ટી ટિન ૨૦૧૮નો તાજ ઇન્‍ડિયન અમેરિકન તરૂણી અન્‍વિતા વ્‍યાસના શિરે : જુલાઇ માસમાં ફ્રેસ્‍નો ખાતે યોજાનારી સ્‍ટેટ કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલી ડબલીન હાઇસ્‍કૂલના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી ઇન્‍ડિયન અમેરિકન તરૂણી અન્‍વિતા વ્‍યાસ મિસ અમેરિકાનો નાપા કાઉન્‍ટીનો ‘‘આઉટસ્‍ટેન્‍ડિીંગ ટિન ૨૦૧૮'' તાજ વિજેતા બની છે. તેણે નાપા વેલી કોલેજ ખાતે યોજાયેલી સ્‍પર્ધામાં ‘‘સેલ્‍ફ એમ્‍પાઇરીંગ એન્‍ડ રીજુવેનેટીંગ થ્રુ ડાન્‍સ'' રજુ કર્યો હતો.

હવે તે ફ્રેસ્‍નો ખાતે જુલાઇ માસમાં યોજાનારી ‘‘આઉટસ્‍ટેન્‍ડીંગ ટીન કેલિફોર્નિયા'' સ્‍ટેટ કોમ્‍પીટીશનમાં ભાગ લેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:21 pm IST)