Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

છેલ્લા 7-8 મહિનાઓથી કોવીડ -19ની ડ્યુટીમાં રહેલા ડોક્ટરોને રજા આપવા સુપ્રિમકોર્ટનું સૂચન

સતત કામ ડોક્ટરોના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે છેલ્લા 7-8 મહિનાઓથી કોવિડ-19 ડ્યુટીમાં લાગેલા ડોક્ટરોને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે રજા આપવાનું કહ્યું છે.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સતત કામ ડોક્ટરોને માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.જસ્ટિસ અશોક ભૂષણ અને એમઆર શાહની ખંડપીડે કોવિડ-19 દર્દીઓની સારવાર અને હોસ્પિટલોમાં ગરિમાથી મૃતદેહોને સંભાળવાના કેસ પર સુનાવણી થઈ રહી હતી.

સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ડોક્ટરોને રજા આપવાના સૂચનો પર વિચાર કરવાનું કહ્યું છે.મહેતાએ બેન્ચને વિશ્વાસ અપાવ્યો કે, સરકાર કોવિડ-19ની ડ્યુટીમાં લાગેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને રજા આપવાના સૂચનો પર વિચાર કરશે.

સુપ્રીમ કોર્ટે તે વાત ઉપર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યો છે કે, ગુજરાતમાં ફેસ માસ્ક ના પહેરવા પર 90 કરોડ રૂપિયાનું દંડ વસૂલવામાં આવ્યો જ્યારે રાજ્ય સરકાર કોવિડ-19ના દિશાનિર્દેશ લાગું કરવામાં નિષ્ફળ રહી છે.

(8:23 pm IST)