Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમરિકન કોર્ટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ વિરુદ્ધ કરાયેલ 10 કરોડ ડોલરના કેસને રદ કર્યો

અરજકર્તા સુનાવણીની બે તારીખે હાજર ના રહી શકતા આખરે કેસને રદ્દ કરવામાં આવ્યો

હ્યુસ્ટન: અમેરિકાની એક કોર્ટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 10 કરોડ ડોલરના એક કેસને ફગાવી દીધો છે. આ કેસ એક અલગાવવાદી “કાશ્મીર-ખાલિસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ” જૂથ અને બે અન્ય વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. અરજકર્તા સુનાવણીની બે તારીખે હાજર ના રહી શકતા આખરે કેસને રદ્દ કરવામાં આવ્યો છે.

ટેક્સાસના હ્યુસ્ટનમાં 19 સપ્ટેમ્બર, 2019ના રોજ આયોજિત “હાઉડી મોદી”  બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજીમાં ભારતની સંસદના એ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો  સમાપ્ત કરવામાં આવ્યો હતો.ફરિયાદકર્તાઓએ PM મોદી  અમિતભાઈ  શાહ અને લેફ્ટિનેન્ટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લો પાસે વળતર તરીકે 10 કરોડ ડૉલરની માંગ કરી હતી.ઢિલ્લો હાલ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર છે અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS)ને આધિન “ઈન્ટીગ્રેટેડ ટિફેન્સ સ્ટાફ”ના ઉપ પ્રમુખ છે.

 

અમેરિકાની દક્ષિણ ટેક્સાસ ડિસ્ટ્રિક્ટની કોર્ટમાં જસ્ટિસ ફ્રાન્સેસ એચ સ્ટેસીએ 6 ઑક્ટોબરે આપેલા પોતાના આદેશમાં કહ્યું હતું કે, “કાશ્મીર ખાલિસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ”એ કેસને આગળ વધારવા માટે કશું જ નથી કર્યું. આટલું જ નહીં, સુનાવણી માટે બે વખત નક્કી કરવામાં આવેલી તારીખ ઉપર પણ ગેરહાજર રહ્યાં હતા. આ સાથે જ જજે કેસને ફગાવી દીધો છે.

ટેક્સાસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયધીશ એન્ડ્રયૂ હનેને 22 ઑક્ટોબરે કેસને સમાપ્ત કરી દીધો. “કાશ્મીર-ખાલિસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ” ઉપરાંત અન્ય બે અરજકર્તાઓની ઓળખ થઈ શકી નથી.

(8:03 pm IST)