Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

આંદોલનમાં નક્સલ કેસના વ્યક્તિની તસવીર કેમ ? પંજાબ અને હરિયાણાના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના કરવું હોય તો ના કરે

ગડકરીએ કહ્યું, ‘સંસદમાં આ બિલ પર ચર્ચા થઇ હતી. તે છતાં પણ અમે સંશોધન કરવા માટે તૈયાર છીએ.

નવી દિલ્હી : ખેડૂત આંદોલનને લઈને સીનિયર મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ખેડૂતોનું શોષણ રોકવા માટે કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા છે. ગડકરીએ કહ્યું કે, ખેડૂતોને યોગ્ય કિંમત મળે તે માટે આ જરૂરી છે.ગડકરીએ કહ્યું કે, ખેડૂતના પાકની કિંમત ખેડૂત નક્કી કરે ના કોઈ દલાલ. ગડકરીએ કહ્યું કે, કૃષિ કાનૂનોથી ખેડૂતોને ફાયદો છે.

તેમને કહ્યું, “ખેડૂતોને કન્ફ્રૂઝ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્રણ બિલોમાં શું ખોટી છે, તે જણાવવામાં આવે. જો કાયદામાં કંઇ જોડવું છે તો પણ બતાવવામાં આવે કે, શું જોડવું છે. જ્યાં ઉજ્જડ જમીન પર ખેડૂત ખેતી કરી શક્તો નથી, ત્યાં જો કોર્પોરેટની મદદથી ખેતી થઇ જશે તો શું વાંધો છે. ખેડૂતોની જમીન કોઈ લઈ શકતું નથી. જો પંજાબ અને હરિયાણાના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના કરવું હોય તો ના કરે.”ગડકરીએ કહ્યું, ‘સંસદમાં આ બિલ પર ચર્ચા થઇ હતી. તે છતાં પણ અમે સંશોધન કરવા માટે તૈયાર છીએ.’

ગડકરીએ કહ્યું, “આપણા ગઢચિરોલી જિલ્લાના એક વ્યક્તિ પર નક્સલ કેસમાં કાર્યવાહી થઈ. કોર્ટે તેને જમાનત આપી નહીં. તેની તસવીર આ આંદોલનમાં ક્યાંથી આવી? તેનો ખેતી સાથે શું સંબંધ છે? જેને દેશ વિરોધી ભાષણ આપ્યા તે આ આંદોલનમાં ક્યાંથી આવ્યો? ગડકરીએ કહ્યું, અમે કોઈપણ રીતનો અંદાજો કાઢી રહ્યાં નથી. કેટલાક એવા તત્વ છે જે આંદોલનનો ફાયદો ઉઠાવીને આમાં ઘુસવાની કોશિશ કરી રહ્યાં છે. કેટલાક લોકો આનો ખોટો ફાયદો લેવાની કોશિશ કરી રહ્યાં છે.”

ગડકરીએ કહ્યું, “જે ફોટાઓ બતાવવામાં આવ્યા તેનાથી ખેડૂતોનો કોઈ સંબંધ નથી. માત્ર ક્ષેત્રમાં ખેડૂત આત્મહત્યા કરી રહ્યાં છે અને અમે સતત તેને રોકવામાં લાગેલા છીએ. અમારા પાસે 280 લાખ ટન ચોખા છે અને ગોડાઉનમાં રાખવા માટે જગ્યા નથી. અમે ખેડૂતોના હિતને લઈને સતત કામ કરી રહ્યાં છીએ. અમે ઈથેનોલ બનાવવા માટે લઈને પ્રતિબદ્ધ છે. અનાજ અને શેરડીના વેકલ્પિક ઉપયોગ પર અમે સતત વિચાર કરી રહ્યાં છીએ. હું ઈચ્છું છું કે, ખેડૂત વાત કરે. અમે હજું પણ ચર્ચા અને સંશોધન કરવા માટે તૈયારી છીએ. ખેડૂતોના સારા સૂચનો આવે છે તો અમે છ કરતાં વધારે સંશોધન કરી શકીએ છીએ.”

(8:02 pm IST)