Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

આગામી દસકો ભારતનો છે : ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ વતનમાં રોકાણ કરવું જોઈએ : વોરેન બફેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા ભારતીય મૂળના અબજોપતિ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનો અભિપ્રાય

વોશિંગટન : તાજેતરમાં 10 ડિસેમ્બરના રોજ  ઇન્ડિયાસ્પોરા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં  વોરેન બફેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા ભારતીય મૂળના અબજોપતિ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે આગામી દસકો ભારતનો છે. તેથી ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ વતનમાં રોકાણ કરવું જોઈએ . તેમના આ અભિપ્રાયને અર્જુન દિવેચાએ સમર્થન આપ્યું હતું.

ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે અમેરિકામાં વપરાતી 40 ટકા જેટલી દવાઓ ભારતમાં બને છે.તેમજ અમેરિકામાં વપરાતા સોફ્ટવેરમાં 15 ટકા હિસ્સો ભારતનો છે.તેમણે ઉમેર્યું હતું કે સ્મોલ કેપમાં રોકાણ વધુ ઇચ્છનીય છે જે લાર્જ કેપ બની શકે છે.તમે કઈ કંપનીના શેર ખરીદો છો તેના કરતા ક્યા ભાવે ખરીદો છો તે મહત્વનું છે.

અર્જુન દિવેચાએ ઉમેર્યું હતું કે રશિયા , કોરિયા ,તથા તાઇવાન પણ રોકાણ માટે આકર્ષક દેશો છે.

(6:25 pm IST)