Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સરકારના હૈયે ખેડૂતોનું હિત-દિલ્હીમાં અન્નદાતાઓને ભ્રમિત કરવાનું ષડયંત્ર-ખેડુતોના ખંભે બંધુક ફોડાય છેઃ નરેન્દ્રભાઇ મોદી

કચ્છમાં અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્ક-દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા અને કચ્છ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે ભૂમિ પૂજન-શિલાન્યાસ : કચ્છ સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ છે કચ્છમાંથી નવી ઉર્જાનો સંચાર થાય છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમ ઝલક તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ રાજેશ લાલવાણી-ગાંધીધામ)

(વિનોદ ગાલા દ્વારા) ભજુ, તા.૧પ : 'સરકારના હૈયે ખેડૂતોનું હિત સમાયેલ છે, પરંતુ દિલ્હીમાં અન્નદાતાઓને ભૂમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું 'તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ ખાતેથી ત્રિવિધ વિકાસ કાર્યોના ખાતમુર્હુત પ્રસંગે જણાવ્યું હતું.'

કચ્છમાં વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ, દરિયાના ખારા પાણીને મીઠુ પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટ અને કચ્છ ડેરીના રૂા. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરાયુ હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, કિશાનોનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખેડૂતોની આવક કેમ વધે તે માટે સતત સરકાર કાર્ય કરી રહી છે અને અમારી નિયત પણ ઇમાનદાર છે, પરંતુ વિપક્ષ દ્વારા રાજનીતિ રમીને ખેડૂતોના ખંભે બંદુક ફોડવામાં આવી રહી છે. અત્યારનો વિપક્ષ કૃષિ સુધારાના સમર્થનમાં હતો પરંતુ તેની સરકાર ન હોવાથી વિરોધ કરે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, કચ્છ સૌથી ઝડપથી વિકાસતો પ્રદેશ છે અને કચ્છમાંથી નવી ઉર્જાનો સંચાર થાય છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે અને સરદાર સાહેબના સ્વપ્ન તેજીથી પુરા થઇ રહ્યા છે. સરદાર સાહેબનું સ્મરણ કરવાથી દેશ-ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, કચ્છ સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ છે કચ્છમાંથી નવી ઉર્જાનો સંચાર થાય છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ ત્રણેય યોજનાઓથી કચ્છની વિકાસ યાત્રામાં નવા આયામ ઉભા થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વેરાન કચ્છ આજે પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર છે કચ્છનું સફેદર રણ સૌને આકર્ષિત કરે છે ભૂકંપ પછી કચ્છનો  ચારેય તરફ વિકાસ થયો છેકચ્છના લોકોએ પાણી માટે ખૂબજ ઉમદા કાર્ય કર્યું છે.

કચ્છી ભાષામાં પ્રવચન : આશાપુર માતાજી-કોટેશ્વર મહાદેવને યાદ કર્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી ભાષામાં પ્રવચનનો પ્રારંભ કર્યો હતો અને બેથી ૩ મીનીટ કચ્છી ભાષામાં પ્રવચન આપ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આશાપુરા માતાજી-માતાના મઢ અને શ્રી કોટેશ્વર મહાદેવને યાદ કર્યા હતાં.

(4:22 pm IST)