Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કાબુલના નાયબ ગવર્નર અને તેના સેક્રેટરીની હત્યા

અફઘાન રાજધાનીમાં મંગળવારે બોમ્બ વિસ્ફોટમાં કાબુલ પ્રાંતના એક નાયબ ગવર્નર અને તેના સાથીની હત્યા કરવામાં આવી છે.

અફઘાન ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, ડેપ્યુટી ગવર્નર મહેબબુલ્લાહ મોહેબી તેની કાર સાથે ફિટ કરવામાં આવેલ રિમોટ  બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. સાથે મુસાફરી કરી રહેલા મોહેબીના સેક્રેટરી પણ માર્યા ગયા હતા અને બે અંગરક્ષકો ઘાયલ થયા હતા.

 તાલિબાન અને અફઘાન સરકારે સપ્ટેમ્બરમાં કતારમાં શાંતિ વાટાઘાટો શરૂ કરી ત્યારથી દેશભરમાં હિંસાનો દોર ફેલાયો છે.

(4:12 pm IST)