Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

૨૦ વર્ષમાં ભારત દુનિયાની ટોપ-૩ અર્થવ્યવસ્થામાં હશે

મુકેશ અંબાણીએ ફેસબુકના ઝુકરબર્ગને જણાવી વાત

નવી દિલ્હી, તા.૧૫: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આગામી ૨૦ વર્ષમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે. તેણે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથેની વીડિયો વાતચીતમાં આ વાત કહી હતી.

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેમને ભારતના ભવિષ્યમાં ખૂબ વિશ્વાસ છે, તેથી તેમણે ભારતમાં રોકાણ કર્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ અને ફેસબુક બંને મળીને વેલ્યુ એડેડ ક્રિયેટર – સર્જકો બની શકે છે. વોટ્સએપના કરોડો સબ્સ્ક્રાઇબર્સ છે, જિઓના પણ કરોડો સબ્સ્ક્રાઇબર્સ છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ માર્ટ રિટેલ અવસરને સાંપડીને અમારા નાના શહેરોમાં નાના દુકાનદારોને જોડશે અને તેનાથી લાખો નવી રોજગારી ઊભી થશે. તેમણે કહ્યું કે જિઓ દેશની તમામ શાળાઓને જોડવાનો પ્રયાસ કરી રહી છે. એ જ રીતે, આરોગ્યસંભાળના ક્ષેત્રમાં, અમે તમામ અધિકારીઓની સાથે તેમને ટેકનોલોજી ટુલ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નોંધપાત્ર વાત એ છે કે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સને ફેસબુક તરફથી કંપનીમાં ૯.૯૯ ટકા હિસ્સેદારી માટે ૪૩,૫૭૪ કરોડ રૂપિયા મળ્યા છે. કંપનીની પેટાકંપની જિઓ પ્લેટફોર્મ લિમિટેડને ફેસબુકની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી જાધુ હોલ્ડિંગ્સ, એલએલસી તરફથી ૪૩,૫૭૪ કરોડ રૂપિયા મળ્યા છે. ફેસબુકે જિઓ પ્લેટફોર્મ્સમાં ૪.૬૨ લાખ કરોડ રૂપિયાની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર ૯.૯૯ ટકા હિસ્સો લીધો છે.

આ ડીલ દ્વારા જયાં ફેસબુકે ભારતમાં પહેલીવાર કોઈ મોટી કંપનીમાં રોકાણ કર્યું છે. તે જ સમયે, જિઓ તેનાથી ફેસબુક અને વોટ્સએપની મદદથી દેશના ૬ કરોડ જેટલા નાના દુકાનદારો સુધી પ્રવેશ આપી શકશે. આનાથી ભારતમાં ફેસબુકના પ્રવેશમાં વધારો થશે. છેલ્લાં પાંચ વર્ષોમાં ભારતમાં ૫૬ કરોડ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે અને જિઓના તેના નેટવર્કમાં જ ૩૮.૮ કરોડ ગ્રાહકો છે.

(3:35 pm IST)