Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

RBL બેંક અને ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે બેંકએશ્યોરન્સ પાર્ટનરશિપ કરી

અમદાવાદ તા. ૧૨ : આરબીએલ બેંક અને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સએ બેંકના ગ્રાહકોને જીવન વીમાના વિવિધ ઉત્પાદનો ઓફર કરવા બેંકએશ્યોરન્સ પાર્ટનરશિપ કરી છે. આ જોડાણ આરબીએલ બેંકના ૮.૭ મિલિયનથી વધારે ગ્રાહકોને ગ્રાહક-કેન્દ્રિત સુરક્ષા અને કંપનીના લાંબા ગાળાના બચત ઉત્પાદનોની સરળ અને ઝડપી ખરીદી કરવા તેમજ તેમને અને તેમના પરિવારજનોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે.

આરબીએલ બેંક એના ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ ટચ-પોઇન્ટ ઉપરાંત દેશના ૨૮ રાજયોમાં ૩૯૮ શાખાઓના એના નેટવર્ક દ્વારા આઇસીઆઇસીઆઇ  પ્રુડેન્શિયલ લાઇફના ઉત્પાદનોનું વિતરણ કરશે. આ રીતે બેંકના મલ્ટિ-ચેનલ વિતરણ નેટવર્ક દ્વારા વીમા ઉત્પાદનોનું વિતરણ થશે.

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના મેનેજિંગ ડાયરેકટર અને સીઇઓ એન એસ કન્નને કહ્યું હતું કે, 'અમે આરબીએલ બેંક સાથે જોડાણ કરીને ખુશ છીએ અને આ પારસ્પરિક લાભદાયક જોડાણને દેશભરમાં અમારી મલ્ટિ-ચેનલ વિતરણ કામગીરીને વધારશે. ઉપરાંત ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની સામાન્ય ફિલોસોફી ઉપરાંત બંને પાર્ટનર્સ ગ્રાહકને સતત ડિજિટલ સુવિધાઓ અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

(3:31 pm IST)