Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સીએની પરીક્ષામાં અડધા વિદ્યાર્થીઓને કોરોના

લગભગ પપ ટકા વિદ્યાર્થીઓએ ઉપયોગ કર્યો ઓપ્ટ આઉટ વિકલ્પ

જોધપુર તા. ૧પ : કોવિડ-૧૯ મહામારી વચ્ચે ઇન્સ્ટીટયુટ ઓફ આર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા (આઇસીએઆઇ) તરફથી દેશભરમાં આયોજીત સીએ પરીક્ષાઓ પુરી થઇ ગઇ. પરિક્ષાઓ દરમ્યાન જોધપુર સહિત દેશના મોટાભાગના હિસ્સાઓમાં અર્ધાથી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઓપ્ટ આઉટ વિકલ્પનો ઉપયોગ કર્યો. આઇસીએઆઇને આ વિકલ્પ કોવિડ-૧૯ પોઝીટીવ હોય તેવા વિદ્યાર્થીઓ માટે આપ્યો હતો ઓપ્ટ આઉટ વિકલ્પ પસંદ કરવાની સોમવારે છેલ્લી તારીખ હતી.આ વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓ માટે ર૧ જાન્યુઆરીએ ખાસ પરીક્ષા યોજવામાં આવશે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ મે માં યોજાનાર પરિક્ષાના વિકલ્પનો પણ ઉપયોગ કર્યો હતો.

કેટલાક વિદ્યાર્થીઓએ ઓપ્ટ આઉટ વિકલ્પનો દુરૂપયોગ પણ પછી કેટલાક ર૧ નવેમ્બરે પરીક્ષા શરૂ થયા પછી એક-બે પેપરો બગડયા પછી કેટલાક પરીક્ષાર્થીઓએ ઓપ્ટ આઉટ પસંદ કર્યું હતું. ઓપ્ટ આઉટ હેઠળ જો વિદ્યાર્થીએ ગ્રુપના બધા પેપરોની પરીક્ષા ન આપી હોય અને ગ્રુપના ચારમાંથી ત્રણ અથવા તેના ઓછા પેપરો જ આપ્યા હોય તો તેણે ર૧ જાન્યુઆરીએ આખા ગ્રુપની પરીક્ષા આપવી પડશે. ઘણા વિદ્યાર્થીઓએ આનો ફાયદો પણ ઉઠાવ્યો. જો કે આઇસીઆઇએએ પરીક્ષા શરૂ થયાના એક અઠવાડીયા પછી આના માટે કોવિડ-૧૯ પોઝીટીવ સર્ટીફીકેટ ફરજીયાત કર્યું હતું. પણ પછી તેને સેલ્ફ ડેકલેરેશનમાં બદલી નખાયું હતું.

(3:30 pm IST)