Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ખેડુત આંદોલનથી પ્રતિદિન ૩૫૦૦ કરોડનું નુકશાન થઇ રહ્યું છે

એસોચૈમે વ્યકત કરી ચિંતાઃ રાજયોની અર્થવ્યવસ્થાઓ

નવી દિલ્હી, તા.૧૫: ખેડુતોનું આંદોલન સતત ૨૦ દિવસોથી ચાલુ છે. ઠંડી વધવાના કારણે ખેડુતો હજુ અડીખમ છે અને તે તેમની માંગને પૂર્ણ કર્યા વગર દિલ્હીની સરહદો છોડવા તૈયાર નથી. દેશની જીડીપીમાં કૃષિક્ષેત્રની ભાગીદારી ૧૪ ટકાથી વધુ છે. અને કોરોના મહામારીના કારણે પેદા થયેલા આર્થિક મંદી વચ્ચે ૨૦૨૦-૨૧માં ખેડુતોની ભાગીદારી હજુ પણ વધુ થવાની આશા છે.

એવામાં ભારતીય વાણિજય તેમજ ઉદ્યોગ મંડળ એસોચેમે કહ્યું છે કે ખેડુતોના મુદાનું તાત્કાલીક ધોરણે સમાધાન થાય. ખેડુતોને વિરોધના કારણે રોજનું ૩૫૦૦ કરોડનું નુકશાન થઇ રહ્યું છે. તેનાથી પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ જેવી અર્થવ્યવસ્થાઓ પ્રભાવિત થઇ છે.

એગ્રીકલ્ચર આ રાજયોની અર્થવ્યવસ્થા મુખ્ય રૂપે અને હોર્ટીકલ્ચર પર આધારિત છે એ ઉપરાંત ફુડ પ્રોસેસીંગ કોટન ટેક્ષટાઇલ્સ, ઓટોમોબાઇલ, ફાર્મ મશીનરી અને આઇટી જેવી ઇન્ડસ્ટ્રી પણ આ રાજયોની લાઇફલાઇમ છે. હિમાચલપ્રદેશ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની કુલ અર્થવ્યવસ્થા ૧૮ લાખ કરોડની છે. ખેડુતો દ્વારા વિરોધના કારણે રોડ, ટોલપ્લાન અને રેલ્વે જેવી આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઇ છે.

(3:29 pm IST)