Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ટુંક સમયમાં એરટેલ - જીયો - વોડાફોન - આઇડીયા પોતાના પ્રિપેઇડ પ્લાન મોંઘાદાટ કરશે : ૧૫ થી ૨૦ ટકાનો વધારો ઝીંકશે

નવી દિલ્હી તા. ૧૫ : મોતીલાલ ઓસવાલના રીપોર્ટ મુજબ ત્રણેય જાયન્ટ ટેલીકોમ કંપનીઓ વોડાફોન - આઇડીયા, જીયો અને એરટેલ પોતાના પ્રિપેઇડ પ્લાનના દરોમાં ભારે વધારો ટુંક સમયમાં ઝીંકી શકે છે.

આવનારા સમયમાં અથવા તો ૨ મહિનામાં ટેરીય પ્લાનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો ઉપરોકત કંપનીઓ કરી શકે છે, વોડાફોન - આઇડિયાએ તો તાજેતરમાં જ પોતાના બે પ્લાનમાં ૭ થી ૯ ટકાનો વધારો કરી નાંખ્યો છે.

કંપનીનો પોસ્ટ પેઇડ ડેટા પ્લાન ભારતી એરટેલથી ૭ ટકા અને જીયોથી લગભગ ૬૦ ટકા મોંઘો થઇ ગયો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં એરટેલ કંપનીએ ૧ ટકાનો ભાવ વધારો કર્યો છે, જ્યારે જીયો એ ૪ ટકા, ભાવ વધારો કર્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં એરટેલે પોતાના ગ્રાહકોની સંખ્યામાં ખાસ્સો એવો વધારો પણ કર્યો છે.

(3:05 pm IST)