Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સૌરાષ્ટ્રમાં પાક ઓછો થતાં બીકાનેરથી આવે છે મગફળી

બીકાનેર બની રહ્યું છે મગફળીનું મોટુ ઉત્પાદન કેન્દ્ર

બીકાનેર,તા. ૧૫: બીકાનેરી મગફળી ગુજરાતને પસંદ આવી રહી છે અહીંથી રોજ ટ્રકો ભરાઇને માલ ત્યાં જઇ રહ્યો છે. આનું કારણ એક તો અહીંની મગફળીની કવોલીટી સારી છે અને બીજુ કારણ સૌરાષ્ટ્ર જે ગુજરાતનું મુખ્ય મગફળી ઉત્પાદક કેન્દ્ર છે ત્યાં આ વખતે પાક નબળો રહ્યો છે. આ વખતે ખરીફ પાકમાં અતિવૃષ્ટીના કારણે નબળો રહેતા બહુ ઓછી ઓઇલ મીલોને જથ્થો મળ્યો છે. આ સ્થિતીમાં વેપારીઓ આ વખતે બીકાનેરથી વધારે માલ મંગાવી રહ્યા છે.

બીકાનેર જીલ્લામાં નહેર આવ્યા પછી થોડા વર્ષોમાં તેણે મગફળી માર્કેટ તરીકે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. અહીંના નહેરી વિસ્તાર લુણકરનસર, મહાજન, ખાજુવાલા, છતરગઢ, બજ્જુ વગેરેમાં મગફળીનો પુષ્કળ પાક થયો. જ્યારે ટયુબવેલ વાળા વિસ્તારો શ્રી ડુંગરગઢ અને નોખામાં પણ મગફળી વવાવા લાગી. અને આમ બીકાનેર મગફળીના તેલનું પણ મોટુ કેન્દ્ર બની ગયું. સારી કવોલીટી હોવાના કારણે અહીંની મગફળીની માંગ બીજા રાજ્યોમાં પણ વધવા લાગી. અહીંથી ગુજરાતની સાથે પંજાબ અને હરિયાણામાં પણ માલ જવા લાગ્યો. અત્યારે સ્થિતી એવી છે કે રોજ ૧૫ થી ૨૦ હજાર ગુણી મગફળી ગુજરાતમાં જઇ રહી છે.

(3:02 pm IST)