Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજસ્વની રકમ કયાં ગઇ ? લોકોને રાહત ન મળીઃ પ્રિયંકા ગાંધી

૨૦ હજાર કરોડ સંસદ કોરીડોર, ૧૬ હજાર કરોડ પીએમ માટે વિમાન અને જાહેરાત ઉપર દરરોજ ૨ કરોડ ખર્ચ કરાય

લખનૌઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર વિરૂધ્ધ હલ્લાબોલ કર્યુ છે. તેમણે ટવીટ કરી જણાવેલ કે પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશે છે. ૨૦૨૦માં ઓઇલ ઉપર એકસાઇઝ ડયુટી વધારી ભાજપ સરકાર અત્યાર સુધી લગભગ ૩ લાખ કરોડ રૂપીયાનું વધારાનું રાજસ્વ કમાઇ ચૂકી છે. પણ આ પૈસા લોકોને રાહત ન આપી કયાં જાય છે? સમજો ૨૦ હજાર કરોડ સંસદ કોરીડોર, ૧૬ હજાર કરોડ પીએમ માટે વિમાન અને જાહેરાત ઉપર દરરોજ ૨ કરોડ ખર્ચ કરાય છે.

(3:00 pm IST)