Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કચ્છમાં નરેન્દ્રભાઇ મોદી-વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સ્વાગત

ભૂજ : વડાપ્રધાન શ્રી  નરેન્દ્રભાઇ મોદીનું ભુજ એરફોર્સ ખાતે આગમન થતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  ભુજ એરફોર્સ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજયના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ,એર કોમોડોરશ્રી મલુક સિંદ્ય (વી.એસ.એમ.) ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા, કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કચ્છ ખાતે ત્રણ વિવિધ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યુ હતું. જેમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે એક દિવસના કચ્છ પ્રવાસે પહોંચ્યા હતા.  જેના ભાગરૂપે ધોરડો હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલનું આજે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે. તથા ધોરડોના સરપંચ મિયા હુસેન, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સહિત વિવિધ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીર : અહેવાલ : વિનોદ ગાલા, ભૂજ)

(3:33 pm IST)