Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પુત્ર 7 વર્ષનો થાય એટલે પિતાને સોંપી દેવો પડે : દાઉદી વ્હોરા કોમના રૂઢિગત નિયમ વિરુદ્ધ પતિથી અલગ રહેતી મહિલાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા

ન્યુદિલ્હી : પતિથી અલગ રહેતી એક દાઉદી વ્હોરા કોમની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ દાઉદી વ્હોરા કોમમાં અગાઉથી ચાલી આવતી પરંપરા મુજબ જો પતિ પત્ની અલગ રહેતા હોય તો તેમનો પુત્ર 7 વર્ષનો થાય એટલે તેના પિતાને કબ્જો સોંપી દેવો પડે.

2007 ની સાલમાં પરણેલા અને 2010 ની સાલમાં એક પુત્રના માતાપિતા બનેલા દંપતી વચ્ચે ખટરાગ થતા તેઓ 2013 ની સાલથી એકબીજાથી અલગ રહેતા હતા.તેમનો પુત્ર 7 વર્ષનો થઇ જતા તેના પિતાએ  કબ્જો લઇ લીધો હતો. તે પાછો મેળવવા માટે  ફાતેમા નામક એક દાઉદી વ્હોરા મહિલાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

ફાતેમાએ ગુજારેલી અરજ મુજબ શરીઅતના નિયમમાં  ઉપરોક્ત નિયમ કોઈ જાતના કાયદાના અભ્યાસ વિના રૂઢિગત રીતે લેવાયો છે.પોતાનો પુત્ર માત્ર રૂઢિગત નિયમને કારણે તેના પિતાને સોંપવાની મજબૂરી સુપ્રીમ કોર્ટના બાળ કલ્યાણના ચુકાદા વિરુદ્ધ છે.તેમજ મહિલાના અધિકાર વિરુદ્ધ છે.એટલુંજ નહીં મુસ્લિમ લો માં આગળ ઉપર થયેલા સુધારાઓ પછી પણ આ શરીઅત નો નિયમ યથાવત રખાયો છે.જે વર્તમાન સમાજની પરિસ્થિતિ મુજબ બદલાવ માંગે છે.તથા તેને લગતા ચુકાદાઓ પણ નામદાર કોર્ટએ આપેલા છે.તેમ જણાવ્યું છે.

મહિલાની અરજીને ધ્યાને લઇ મહિલા હક્કો અને ધાર્મિક બાબતોને ધ્યાને લઇ નામદાર કોર્ટએ 9 જજની ખંડપીઠ મારફત નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)