Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

આયુષ ડોક્ટર્સ કોવિદ -19 ની સારવાર કરી શકે નહીં : સુપ્રિમ કોર્ટ : આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની જેવી સારવાર ઇમ્યુનીટી વધારવાનો દાવો કરી શકે પણ કોવિદ -19 નું જોખમ ઘટાડવાનો દાવો કરી શકે નહીં : કેરાલા હાઇકોર્ટએ આપેલા ચુકાદાને સુપ્રીમકોર્ટની ખંડપીઠે માન્ય રાખ્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટએ આયુર્વેદ દવાઓનો ઉપયોગ કોવિદ -19 સારવાર માટે કામિયાબ નહીં ગણતો કેરાલા હાઇકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટએ  કેરાલા હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતા જણાવ્યું છે કે આયુર્વેદ ,હોમિયોપેથી ,યુનાની જેવી સારવાર ઇમ્યુનીટી વધારવાનો દાવો કરી શકે પણ કોવિદ -19 નું જોખમ ઘટાડવાનો દાવો કરી શકે નહીં .

કેરાલા હાઇકોર્ટએ 21 ઓગસ્ટના રોજ આપેલા ઉપરોક્ત ચુકાદા વિરુદ્ધ ડો.એ.કે.બી.સદભાવના મિશન ઓફ હોમીઓ ફાર્મસીએ કરેલી અપીલના અનુસંધાને  સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ ,સુભાષ રેડ્ડી ,તથા એમ.આર.શાહની ખંડપીઠે હાઇકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ આયુર્વેદ ,હોમિયોપેથી,યુનાની જેવી દવાઓને કોવિદ -19 સારવાર માટે નહીં પણ અગમચેતી રૂપે ઇમ્યુનીટી વધારવા માટે ઉપયોગમાં લઇ શકાય તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:22 pm IST)