Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

શિયાળામાં વસાણાંનો વેપાર માત્ર ર૦ ટકા

કોરોનાને મહામારીને કારણે શકિતવર્ધક વસાણાંના વેપારને પણ અસર પહોંચી : અડદીયા, મેથીપાક, સાલમપાક, ખજૂરપાક, ગુંદરપાક ખરીદવાની ખચકાટ

ભૂતકાળમાં દાદી મા ઘરે વસાણાં બનાવતા હતાં : ભૂતકાળમાં ઘરે દાદી મા વસાણાં બનાવતા હતાં પરંતુ શહેરમાં ભાગદોડ ભર્યા જીવન અને મહિલાઓ નોકરીએ જતી હોવાથી જૂની પરંપરા વીસરાતી જાય છે. હાલમાં પણ કેટલાક ઘરોમાં પરંપરાગત વસાણાં બનાવવી પ્રથા જીવંત છે. 

નવી દિલ્હી, તા.૧પ : કોરોનાને કારણે શહેરમાં શિયાળાના શકિતવર્ધક વસાણાંનાને વેપારમાં મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. ગત વર્ષની તુલનામાં  માત્ર ર૦ થી ૩૦ ટકા ઘરાકી હોવાથી વેપારીઓ પરેશાન છે. ઠંડી વધતા લોકો અડદીયા, મેથીપાક, સાલમપાક, ખજુરપાક, ગુંદરપાક વગેરે શકિતવર્ધક ખજુરપાક, ગુંદરપાક વગેરે શકિતવર્ધક પાક ખરીદશે તેવી વેપારીઓને આશા છે. મંદીને કારણે લોકો શકિતવર્ધક વસાણાંની ખરીદીમાં ખચકાટ અનુભવે છે.

શિયાળો શરૂ થતાં બજારમાં શકિતવર્ધક પાકોની ભરમાર થાય છે. લોકો ઠંડીથી બચવા માટે અડદીયા, મેથીપાક સાલમપાક, ખજુરપાક, ગુંદરપાક વગેરે પાક ખરીદે છે. ઘરમાં મહિલા, પુરૂષો અને માળકોને શકિતવર્ધક પાક ખવડાવવાથી રોગપ્રતિકારક શકિત વધે છે, પરંતુ કોરોના અને મંદીની અસર શકિતવર્ધક પાકના બજાર પર પડી છે. ગત વર્ષની તુલનામાં સાલમ, મેથી, સફેદ મુસળી, તજ, સફેદ મરી, ગુંદર, ઘી, ડ્રાયફુટ, કેસર, સુંઠ વગેરે વસ્તુ નાખવામાં આવે છે. સાલમપાકમાં ગરમ તેજાઓ નાખવામાં આવે છે. આ તેજાનાઓ ઠંડીમાં શરીરને ગરમ રાખે છે. વર્ષોથી સુરતીઓ માટે શકિતવર્ધક પાક બનાવતા મુકુંદભાઇ મહંતે જણાવ્યું કે આ વર્ષે કરોના અને મંદીની અસર અમારા વ્યવસાય પર પડી છે. હાલમાં શકિતવર્ધક પાકોના ધંધામાં ઘરાકી ઓછી છે. ગત વર્ષે અડધા ડિસેમ્બર માસ સુધીમાં મંે છ વાર પાક બનાવીને વેચી દીધા હતાં. જયારે આ વર્ષે માત્ર બે વાર પાક બનાવ્યા છે. શકિતવર્ધક પાક બનાવવા માટે વપરાતા રો-મટીરીયલના ભાવ સ્થિત હોવાથી વસાણાંના ભાવમાં વધારો થયો નથી, પરંતુ મંદી અને કોરોનાને કારણે લોકો શકિતવર્ધક પાછળ ખર્ચ કરતા ખચકાય છે.

અન્ય વેપારી કરણસીંગ રાજપુરોહિતે જણાવ્યું કે મંદીનો માર અમારા વ્યવસાય પર પણ પડી છે. ગત વર્ષની તુલનામાં ર૦ ટકા ઘરાકી હોવાથી અમે સ્ટાફ ઓછો કરીએ છીએ. ડીસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ ત્રણ માસની સીઝનની શરૂઆત નબળી રહી છે, પરંતુ ઠંડી વધતા બજારમાં તેજીની આશા છે.

(11:29 am IST)