Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કાલથી કડક લોકડાઉન

બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારથી ચિંતા : ઝડપથી વધી રહ્યા છે કેસ

લંડન તા. ૧૫ : બ્રિટનમાં કોરોનાવાયરસનું નવું વર્ઝન જોવા મળ્યું છે. કહેવાય છે કે તેના લીધે ઝડપથી સંક્રમણ ફેલાઇ શકે છે. બ્રિટનમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં જબરદસ્ત વૃદ્ઘિ થતા અને કોરોનાના એક નવા પ્રકારની ઓળખ થવાના લીધે દેશની રાજધાની લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં આવતીકાલ બુધવારથી સખ્ત લોકડાઉન લગાવાશે. બ્રિટનની સરકારે સોમવારના રોજ સંસદમાં આ બાબતની જાહેરાત કરી. કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ શ્નખૂબ જ ઝડપથીલૃ પ્રસાર માટે જવાબદાર છે. ચર્ચા એવી છે કે આવનારા દિવસોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કતરી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રી મેટ હેંકોકએ હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોને કહ્યું કે આ વિસ્તારોમાં માત્ર સાત દિવસમાં આ ઘાતક વાયરસ સંક્રમણના મામલે બમણા દરથી વધી રહ્યો છે આથી તાત્કાલિક અને નિર્ણાયક પગલાં ઉઠાવાની જરૂર હતી. એવામાં લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં 'ટાયર-૩' સ્તરના પ્રતિબંધ લાગૂ કરાશે, તેનો મતલબ લગભગ સંપૂર્ણ લોકડાઉનથી છે.

હેંકોક એ કહ્યું કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારની ઓળખ થઇ છે જો કે દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં વાયરસના ઝડપથી પ્રસારનું કારણ હોઇ શકે છે. તેમણે કહ્યું કે આ નવા પ્રકારથી સંબંધિત અંદાજે ૧૦૦૦ કેસની ઓળખ નિષ્ણાતોએ કરી છે.

(11:26 am IST)