Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

બજરંગ દળને ખતરનાક સંગઠન ગણવાનો ફેસબુક નો ઇન્કાર : જો ખતરનાક જાહેર કરે તો પોતાની કંપનીના કર્મચારીઓ ઉપર હુમલો થવાની ભીતિ વ્યક્ત કરી : અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ બજરંગ દળે દિલ્હી બહાર એક ચર્ચ ઉપર હુમલો ત્યાં મૂર્તિની સ્થાપના કરી હતી

ન્યુદિલ્હી : સોશિઅલ નેટ વર્કિંગ સાઈટ ફેસબુકે બજરંગ દળને ખતરનાક સંગઠન ગણવાનો ઇન્કાર કર્યો છે.જેના કારણમાં જણાવ્યા મુજબ જો તેઓ બજરંગ દળને ખતરનાક સંગઠન હોવાનું જાહેર કરે તો તેમની કંપનીના કર્મચારીઓ ઉપર હુમલો થઇ શકે છે.તેમજ તેમનો તમામ બિઝનેસ બગડી શકે છે.

અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ બજરંગ દળે  દિલ્હી બહાર એક ચર્ચ ઉપર હુમલો ત્યાં મૂર્તિની સ્થાપના કરી હતી અને અહીંયા મંદિરની જગ્યાએ ચર્ચ બનાવાયું છે તેવું પોસ્ટર લગાવ્યું હતું. તેમજ આ ચર્ચ ઉપર હુમલો કર્યાની જવાબદારી પણ લીધી હતી. જેના કારણે બજરંગ દળ વિરુદ્ધ પ્રબળ વિરોધ નોંધાયો હતો.

 આથી વિશ્વ હિન્દૂ પરિષદે વોલ સ્ટ્રીટ જર્નલ ઉપર દાવો દાખલ કરવાની ચીમકીઆપી છે.તથા જણાવ્યું છે કે બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિષદ સંઘ પરિવારનો હિસ્સો છે.અને વોલ સ્ટ્રીટ જર્નલ સંઘ પરિવારની છબી બગાડવાની કોશિશ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સોશિઅલ મીડિયાના માધ્યમ મારફત ભાજપ અને આરએસએસનો ફેસબુક ઉપર કંટ્રોલ હોવાનો મેસેજ વાઇરલ કર્યો હતો.તેવું એનબીટી દ્વારા જાણવા મળે છે.

(10:59 am IST)