Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ડોકટરો આપી રહ્યા છે ચેતવણી

કોરોના વેકિસન લાગ્યા બાદ થઇ શકે છે પાંચ સાઇડ ઇફેકટ

નવી દિલ્હી,તા. ૧૫: કોરોના વાયરસથી તબાહીથી દુનિયાને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરીને વેકિસન પર કામ કરી રહ્યા છે. એવું પહેલી વખત બન્યું છે જયારે કોઈ ઈન્ફેકશનને લઈને વજ્ઞાનિકો એટલી ઝડપથી કામમાં જોડાયેલા છે. હાલની પરિસ્થિતિમાં જે વેકિસન કેન્ડિડેટને પ્રભાવી અને સુરક્ષિત બતાવવામાં આવી રહ્યા છે તેને લઈને પણ દવા કંપનીઓ અને ડોકટરોએ ચેતવણી જાહેર કરી રહ્યા છે. કોવિડ ૧૯ વિરુદ્ઘ કોઈ માણસને વેકિસનેટ કરવો કેટલું જોખમનું કામ છે.

વેકિસન લાગ્યા બાદ એલર્જી અથવા સાઈડ ઈફેકટનો ભય વધી ગયો

કોરોનાની વેકિસન લાગ્યા બાદ એલર્જી અથવા સાઈડ ઈફેકટનો ભય વધી ગયો છે. કેટલીય લિડિંગ વેકિસન ટ્રાયલ સાથે વોલિન્ટિયર્સ જોડાયેલા પૈકી કેટલાકમાં આ પ્રકારની સાઈડ ઈફેકટ જોવા મળી છે. કેટલીક દ્યટનાઓમાં તો કંઈક અલગ જ પ્રકારના સાઈડ ઈફેકટ જોવા મળી છે. આ વેકિસનેશન પ્રોગ્રામને સફળ બનાવવા માટે આપણે તેની ખામીઓ ઉપર ધ્યાન આપવું પડશે. આપણે તેનાથી નિપટવા માટે પૂરી રીતે તૈયાર રહેવું પડશે. આજે પોસ્ટ વેકિસનેશનના કેટલાક એવી જ સાઈડ ઈફેકટની બાબતમાં જણાવીએ છીએ. જેને લઈને ડોકટરો ખૂબ વધારે ચિંતિત છે.

એક વોલિન્ટિયરને તાવ અને વધારે ઠંડી લાગવા જેવી સાઈડ ઈફેકટ થઈ હતી

મોર્ડના વેકિસન લગાવ્યા પછી એક વોલિન્ટિયરને તાવ અને વધારે ઠંડી લાગવા જેવી સાઈડ ઈફેકટ થઈ હતી. રસી લગાવ્યાના કેટલાક કલાકોમાં જ આ વ્યકિતને તાવ ૧૦૨ ડિગ્રી ટેમ્પરેચર થયું હતું. એટલા માટે વેકિસન કંપનીઓએ આ બંને સાઈડ ઈફેકટ પર વિશેષ રૂપથી ધ્યાન આપવું પડશે. જો કે ઘણી વખત જયારે શરીર એન્ટિ બોડી બને છે ત્યારે માણસને હળવો કે ભારે તાવ આવી શકે છે.

રસીકરણ પછીથી માથું દુખવાની સમસ્યા પણ એક લક્ષણ

રસીકરણ પછીથી માથું દુખવાની સમસ્યા પણ એક લક્ષણ છે. જેના માટે આપણે તૈયાર રહેવું પડશે. વેકસીન લાગ્યા પછી દર્દીને ખૂબજ ભારે માથું દુખવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય માનસિક તણાવ, ચિડચિડીયાપણું અને મુડ ઓફની સમસ્યાઓ પણ રહે છે. કોઈ પર રીતે ઈન્ફેકશનમાં ૫૦ ટકા દર્દીઓ વેકિસન લાગ્યા પછી આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

કોઈ વેકિસનની અસર માણસના પાચનતંત્ર ઉપર પણ પડે

કોઈ વેકિસનની અસર માણસના પાચનતંત્ર ઉપર પણ પડે છે. એક વોલિન્ટિયરને મે મહિનામાં મોર્ડનાનો સૌથી વધુ ડોઝ આપવા માટે પસંદ કર્યો હતો તેને વેકિસન લગાવ્યા બાદ કેટલાક કલાકો સુધી તેની તબિયત બગડતી રહી. આ વચ્ચે વોલિન્ટિયરને ઉલટી, દ્યભરાહટ, પેટમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

વેકિસનેશન ભાગ પર માંસપેશીઓમાં દર્દ, સોજા સહિતની મુશ્કેલીઓ

જે જગ્યાઓ ઉપર દર્દીને વેકિસન આપવામાં આવે છે ત્યાં મોટે ભાગે માંસપેશીઓમાં દર્દ, સોજા સહિતની મુશ્કેલીઓ રહેતી હોય છે. ઈમ્યુન પ્રતિક્રિયા આ ભાગમાં રેડનેસ કે ચકામાની સમસ્યા પણ થઈ શકે છે. મોડર્ના, ફાઈઝર અને ઓકસફોર્ડ એસ્ટ્રાજેનિકા આ ત્રણ પોતાની વેકિસમાં આ પ્રકારની સાઈડ ઈફેકટ નોંધાવી ચૂકયા છે.

માથામાં એક બાજુના ભાગે દર્દ અથવા તો માઈગ્રેન પણ એક મોટી સમસ્યા

માથામાં એક બાજુના ભાગે દર્દ અથવા તો માઈગ્રેન પણ એક મોટી સમસ્યા છે. એક રિપોર્ટ મુજબ ફાઈઝરની વેકિસન ટ્રાયલનો હિસ્સો રહી ચૂકેલા વોલિન્ટિયરને રસીકરણ પછીથી માઈગ્રેનનું દર્દ ખૂબજ વધી ગયું હતું. તેણે કેટલાય લોકોને કહ્યું કે આ વેકિસન લેવાના એક દિવસ પહેલા રજા લઈને આરામ કરે. આ વેકિસન માણસમાં માઈગ્રેન એટેકને ટ્રિગર કરી શકે છે.

(10:16 am IST)