Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કુંવારો હોવાનું કહી ASIએ મહિલા સાથે લગ્ન કર્યાઃ ૯ વર્ષ પછી પરિણીત હોવાનું સામે આવ્યું

ASIએ ૧૦ વર્ષ પહેલા મહિલાને કુંવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા, તેમને ૨ બાળકો પણ છે. ગયા વર્ષે જયારે ASIની તબિયત લથડી ત્યારે તે પહેલાથી જ પરિણીત હોવાની જાણ થઈ

ભીંડ,તા. ૧૫: ભીંડ જિલ્લાના એક એએસઆઈએ કુવારો હોવાનું કહીને એક મહિલા સાથે લગ્ન કર્યા છે. ખાસ વાત એ છે કે, એએસઆઈ પહેલાથી જ પરિણીત હતો અને તેના બાળકો પણ છે. બીજી પત્નીએ આરોપ લગાવ્યો કે તેણે દગો કરીને ફસાવી અને ખુદને કુંવારો હોવાનું જણાવીને મારી સાથે બીજા લગ્ન કર્યા છે. જયારે એએસઆઈ બીમાર પડ્યો ત્યારે બીજી પત્નીને એએસઆઈની પહેલી પત્ની વિશે ખબર પડી.

એએસઆઇની પ્રથમ પત્નીએ બીજી પત્ની અને તેના બાળકો પર હુમલો પણ કર્યો છે. એએસઆઈની બીજી પત્ની કાર્યવાહી કરવા માટે હવે કોતવાલીથી એસપી ઓફિસના ચક્કર લગાવી રહી છે, પરંતુ હજુ સુધી એએસઆઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભીંડ પોલીસ લાઇનમાં પોસ્ટ કરાયેલા વિદુરાજસિંહ તોમર એએસઆઈના હોદ્દા પર છે. મોહિની તોમર નામની મહિલાએ ૧૦ વર્ષ પહેલા એએસઆઈ વિદુરાજસિંહ તોમર પર અંધારામાં રાખીને તેની સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે.

૧૦ વર્ષથી એએસઆઈ વિદુરાજસિંહ તોમર મોહિની સાથે ભીંડના અલગ-અલગ વિસ્તારોમાં ભાડાનું મકાન લઈને રહેતો હતો. આ દરમિયાન વિદુરાજસિંહ તોમર અને મોહિનીને બે બાળકો પણ થયા. ૧ વર્ષ પહેલા એએસઆઈ વિદુરાજસિંહ તોમરની તબિયત લથડતાં તેમને વિદુરાજસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે મોહિની તેને હોસ્પિટલમાં મળવા પહોંચી ત્યારે તેની મુલાકાત વિદુરાજસિંહની પહેલી પત્ની સાથે થઈ ગઈ. ત્યારે મોહિનીને ખબર પડી કે વિદુરાજસિંહે તેની સાથે છેતરપિંડી કરી છે અને તેની સાથે કુંવારા તરીકે લગ્ન કર્યા છે. જો કે, વિદુરાજસિંહની પહેલી પત્ની અને બાળકો પણ છે.

આ પછી મોહિની તોમરે વિદુરાજના ઘરે જઈને તેને મળવાનો પણ પ્રયત્ન કર્યો હતો. મોહિનીનો આરોપ છે કે, વિદુરાજની પહેલી પત્નીએ તેના અને તેના બાળકો પર હુમલો કર્યો હતો. ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયેલી મોહિની તોમર હવે એએસઆઈ વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે કોતવાલીથી લઈને પોલીસ અધિક્ષક કચેરીઓના ચક્કર લગાવી રહી છે.

મોહિની તોમરનો આરોપ છે કે, આ કેસ એએસઆઇ સાથે સંબંધિત છે. તેથી કોઈ પોલીસ અધિકારી તેની વાત સાંભળવા તૈયાર નથી. જોકે કોતવાલી ટીઆઈ ઉદય ભાન સિંહનું કહેવું છે કે આ સંદર્ભે તેમની પાસે કોઈ માહિતી નથી. પરંતુ જો આ પ્રકારનો કેસ તેમના ધ્યાનમાં આવશે તો તે ચોક્કસપણે તેના પર કાયદેસરની કાર્યવાહી કરશે.

(10:14 am IST)