Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભગવો લહેરાયો : કોંગ્રેસના સૂપડા સાફ

૪૯માંથી ૩૨ સીટો પર જીત હાસિલ કરી છે, જયારે વિપક્ષી દળ કોંગ્રેસના ખાતામાં માત્ર ચાર સીટ આવી છે

પણજી,તા. ૧૫: ગોવામાં સત્ત્।ાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ૪૯માંથી ૩૨ સીટો પર જીત હાસિલ કરી છે, જયારે વિપક્ષી દળ કોંગ્રેસના ખાતામાં માત્ર ચાર સીટ આવી છે. રાજયમાં ૪૮ જિલ્લા પંચાયત ક્ષેત્રની ૫૦ સીટો છે પરંતુ એક સીટ પર ઉમેદવારના નિધનને કારણે ચૂંટણી ટાળી દેવામાં આવી હતી. આ સીટો પર ૧૨ ડિસેમ્બરે મતદાન થયું હતું.

સોમવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ૩૨ સીટો પર જીત મેળવી છે, જયારે સાત સીટ અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે. કોંગ્રેસના ખાતામાં ચાર, એમજીપીના ભાગમાં ત્રણ સીટ આવી જયારે એનસીપી અને આમ આદમી પાર્ટીને એક-એક સીટથી સંતોષ કરવો પડ્યો છે.

આ તટીય રાજયમાં પ્રથમ દ્યટના છે જયારે આપને ચૂંટણીમાં કોઈ સીટ મળી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી પાર્ટી પ્રદેશમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુ સીટો લડવાના લક્ષ્યને લઈને ચાલી રહી છે. પ્રદેશમાં ૪૦ વિધાનસભા સીટો છે.

ગોવાના પરિણામ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ખુશી વ્યકત કરી છે. નડ્ડાએ કહ્યુ કે, ગોવામાં ભાજપની જીત, કિસાનો, મજૂરો, મહિલાઓ અને યુવાઓનો ભાજપ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજય સરકારની નીતિઓ પર વિશ્વાસ દર્શાવે છે.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પ્રદેશના ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપના ચૂંટણી પ્રદર્શન પર ખુશી વ્યકત કરી છે. તેમણે કહ્યું કે, તે ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતૃત્વમાં કામ કરી રહેલ ગોવા સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યકત કરવા માટે ગોવાની જનતાની સામે નતમસ્તક છે.

સાવંતે ટ્વીટ કર્યુ, 'આ વિશ્વાસ અને ભરોસાને આગળ વધારતા આવો એક શ્રેષ્ઠ અને સ્વયંપૂર્ણ ગોવાને આકાર આપીએ.' બાદમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, ગ્રામીણ મતદાતાઓએ ભાજપના નેતૃત્વ અને પ્રદેશ સરકારમાં પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે, ઘણા જિલ્લા પંચાયત ક્ષેત્રોમાં પાર્ટી મોટા અંતરથી જીતી છે.

(10:10 am IST)