Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

૨૦માં દિવસમાં પ્રવેશ્યું કિસાન આંદોલન

કાતિલ ઠંડી વચ્ચે ઉગ્ર બન્યું આંદોલન

નવી દિલ્હી, તા.૧૫: કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે સતત ૨૦જ્રાક્ન દિવસે પણ ચાલી રહ્યું છે. કાતિલ ઠંડીમાં રાત-દિવસ રસ્તા પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે ગુજરાતથી ૩૦૦થી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાયા છે. સરકાર સાથે વાતચીતની માંગને લઈને ખેડૂતોએ ૩ શરતો પણ રાખી છે.

નવા કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે ૨૦મો દિવસ છે. ખેડૂતોની માંગ પર ગતિરોધ વધી રહ્યો છે. સરકાર ખેડૂતો સાથે વાત કરી રહી છે. ૫ વારની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી, ખેડૂતો સિંદ્યુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. સોમવારે તેઓએ ભૂખ હડતાળ પણ કરી હતી.

પ્રદર્શનકારી ખેડૂતોના ૪૦ યૂનિયનના પ્રતિનિધિની સાથે સરકારની વાતચીતની કમાન તોમરે સંભાળી છે. તેમાં તેમની સાથે કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ તથા ખાદ્યમંત્રીઓ અને વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી પણ સામેલ છે. કેન્દ્ર અને ખેડૂત નેતાઓની વચ્ચે અત્યાર સુધીમાં ૫ વખત વાતચીત થઈ છે પરંતુ તેનું કોઈ ખાસ પરિણામ મળ્યું નથી.

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોની સાથે વાતચીત કરવા માટે સરકાર તૈયાર છે તેમ કહ્યું છે. તેઓએ કહ્યું કે ખેડૂતોએ સમજવું જોઈએ કે સરકાર તેમની સાથે કોઈ નુકસાન નહીં થવા દે. તેઓએ ખેડૂતોને કહ્યું કે તેઓ સરકાર પાસે આવે અને કાયદા વિશે વાત કરે. તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત છે. જો ખેડૂતો કોઈ સૂચન આપશે તો સરકાર તેને માનવા માટે પણ તૈયાર છે.

સરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તૈયાર છે અને સરકાર પણ તેમની સાથે વાત કરવા ગમે તે સમયે તૈયાર છે. ૩ શરતોમાં પહેલી શરત એ છે કે વાતચીત જૂના પ્રસ્તાવ પર થઈ શકશે નહીં. જેને કૃષિ સંદ્ય પહેલેથી નકારી ચૂકયું છે. બીજી શરત એ છે કે સરકારે એક નવો એજન્ડા તૈયાર કરવો અને ત્રીજી શરત એ કે વાતચીત કૃષિ કાયદાને પરત લેવા માટે થવી જોઈએ.

ખેડૂતોના પ્રદર્શનની વચ્ચે બુધવારે સાડા અગિયાર વાગે કેન્દ્રીય કેબિનેટની મીટિંગ છે. વીડિયો કોન્ફરન્સથી આ મીટિંગ યોજાશે. જેમાં ખેડૂતોના આંદોલન પર ચર્ચા થઈ શકે.

કૃષિ કાયદાના વિરોધમાં આજે પીએમ મોદી કચ્છમાં વસતા શિખ ખેડૂતો સાથે મુલાકાત કરશે. પીએમ મોદી આજે કચ્છના પ્રવાસે છે, કચ્છની આસપાસના લગભગ ૫૦૦૦ શિખ પરિવાર રહે છે. નવા કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો છેલ્લા ૨ અઠવાડિયાથી દિલ્હીની સીમા પર આંદોલન કરી રહ્યા છે. આ સમયે પીએમ મોદી શિખ સમુદાય અને ખેડૂતોને સંદેશ આપવાની કોશિશ કરશે.

(10:12 am IST)